હેલ્થ

જાણો, દિવસ દરમિયાન કેટલી બદામનું સેવન કરવું જોઈએ ?

બદામ ખાવાના ઘણા ફાયદા છે. બદામ જો માપસર ખાવામાં આવે તો તે ફાયદાકારક છે. પરંતુ જો તેનું વધારે સેવન કરવામાં આવે તો તે નુકસાનકારક સાબિત થઇ શકે છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે, બદામની તાસીર ગરમ છે. ત્યારે એ જાણવું ખુબ જ જરૂરી છે કે આખરે દરરોજ કેટલી બદામનું સેવન કરવાથી શરીરમાં કોઈ નુકસાન પહોંચતું નથી.

Image Source

નિયમિત સ્વરૂપે બદામનું સેવન કરવાથી હૃદય, ત્વચા અને વાળ. શરદી, શ્વાસ સંબંધી બીમારી અને એનિમિયા માટે ફાયદાકારક હોય છે. બદામનું સેવન કરવાથી પાચન અને મેટાબોલિઝ્મને વધારવાની સાથે-સાથે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

Image Source

બદામ ખાવાથી વજનમાં ઘટાડો થાય છે. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે, બદામ ના ખાનારની તુલનામાં બદામ ખાનારા લોકોમાં ચરબી ઓછી જોવા મળી હતી. પરંતુ ઘણા લોકો બદામની માત્રાને લઈને કન્ફ્યુઝ હોય છે કે આખરે કેટલી બદામ ખાવી જોઈએ ?

વિશેષજ્ઞનું માનીએ તો ભારત જેવા ગરમ દેશમાં 4-5 થી વધારે બદામનું સેવન ના કરવું જોઈએ. બદામને પલાળીને ખાવાથી ઘણો લાભ થાય છે. વધારે બદામ ખાવવાથી કબજિયાત, ત્વચાના રોગ, વધારે પસીનો અને આંતરિક સમસ્યાનો સામનો કરવો પડે છે.

Image Source

એક શોધમાં સામે આવ્યું હતું કે બદામ ખાવાથી સામાન્ય અને વધારે વજન વાળા લોકોનું પેટ લાંબા સમય સુધી ભરેલું હોય છે. આ એટલા માટે થાય છે કે, બદામમાં મોનોસેચુરેટેડ ફેટ, પ્રોટીન, ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે.

Image Source

બદામ ખાવવાથી લિવરનું કેન્સરનો ખતરો રહેતો નથી. બદામમાં વિટામિન ઈ હોય છે. બદામમાં વિટામિન ઈ હોવાને કારણે મોટી ઉંમરે આંખ અને હ્ર્દયને થનારા નુકસાનથી બચાવવામાં આવે છે. બદામનું સેવન કરવાથી ડાયાબિટીશથી બચાવે અને કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ કરે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.