મનોરંજન

ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરની મુલાકાતે પહોંચ્યા રણબીર કપૂર અને આલિયા, ટ્રેડિશનલ આઉટફિટમાં દેખાયા અદભૂત

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ફિલ્મ બ્રહ્માસ્ત્ર રિલીઝ માટે તૈયાર છે. ત્યારે ફિલ્મને લઇને બંને સ્ટાર્સ પ્રમોશનમામ વ્યસ્ત છે. હાલમાં જ આલિયા અને રણબીરને સ્પોટ કરવામાં આવ્યા હતા અને આ દરમિયાન બંને સ્ટાર્સ ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળ્યા હતા. રણબીર કુર્તા પાયજામા સાથે હાફ સ્લીવ્સ બ્લેઝરમાં જોવા મળ્યો હતો અને આલિયા ડ્રેસમાં જોવા મળી હતી. આલિયા અને રણબીરનો આ વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ શેર કર્યો છે, જેમાં બંને સ્ટાર્સના લુક જોવા જ બની રહ્યા છે.

આલિયાએ વાળમાં હાઇ બન સાથે ગજરો લગાવ્યો છે અને મેકઅપ સાથે લુક પૂર્ણ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાત્રે આલિયાએ પહેલીવાર તેની ફિલ્મ જોઈ હતી. સોમવારે રાત્રે મુંબઈમાં ફિલ્મના કાસ્ટ અને ક્રૂ માટે એક સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. જેમાં આલિયા અને રણબીર પણ જોવા મળ્યા હતા.આ બંને સિવાય ફિલ્મના ડાયરેક્ટર અયાન મુખર્જી પણ ક્રૂ મેમ્બર્સ સાથે સ્ક્રીનિંગમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન આલિયા ભટ્ટની બહેન શાહીન ભટ્ટ પણ જોવા મળી હતી અને બધાએ સાથે મળીને ફિલ્મની મજા માણી હતી.

આલિયાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે રણબીર અને અયાન સાથે જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે બ્રહ્માસ્ત્ર 3D અને 2D બંને ફોર્મેટમાં રિલીઝ થશે. ગઈકાલે રાત્રે, આલિયાએ ફિલ્મના 3D વર્ઝનનો આનંદ માણ્યો હતો. આ દરમિયાન આલિયા ભટ્ટ ઓલિવ ગ્રીન કલરના આરામદાયક મેક્સી ડ્રેસમાં જોવા મળી હતી. આ દરમિયાન રણબીર પ્રેગ્નેટ આલિયાનું સંપૂર્ણ ધ્યાન રાખતો જોવા મળ્યો હતો. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ફિલ્મ બ્રહ્માસ્ત્ર 9 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થઇ રહી છે

અને આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, સાઉથ સ્ટાર નાગાર્જુન અને મૌની રોય મહત્વની ભૂમિકામાં છે. જણાવી દઇએ કે, આલિયા ભટ્ટ માટે આ વર્ષ ખૂબ જ ખાસ બની રહ્યું છે. જ્યાં એક તરફ તેની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ આ વર્ષની બોલિવૂડની કેટલીક મોટી હિટ ફિલ્મોમાંથી એક બની છે. ત્યાં બીજી તરફ આલિયાના કરિયરની સૌથી મોટી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ બસ ગણતરીના દિવસોમાં જ રીલિઝ થવા જઈ રહી છે. આ ઉપરાંત આલિયા માટે એક બીજી મોટી ખુશખબર છે કે, ઈન્સ્ટાગ્રામ પર આલિયાના ફોલોઅર્સની સંખ્યા 70 મિલિયનને વટાવી ગઈ છે.

હવે આલિયા ઈન્સ્ટાગ્રામ પર દુનિયાની બીજી સૌથી વધુ ફોલો કરવામાં આવતી ભારતીય અભિનેત્રી બની ગઈ છે. આ સાથે તેણે દીપિકા પાદુકોણ અને કેટરિના કૈફને પાછળ છોડી દીધી છે. સોશિયલ મીડિયા લોકપ્રિયતા સેલિબ્રિટીની બ્રાન્ડ વેલ્યુમાં મોટી ભૂમિકા ભજવે છે. આ વર્ષે જ્યારે બોલિવૂડના ઘણા મોટા પ્રોજેક્ટ્સ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહ્યા છે, ત્યારે આલિયાની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’એ વિશ્વભરમાં 200 કરોડથી વધુનું કલેક્શન કર્યું છે. તેની ઓટીટી ડેબ્યુ ફિલ્મ ‘ડાર્લિંગ’ને પણ સારા રિવ્યુ મળ્યા અને લોકોએ પણ તેની જોરદાર પ્રશંસા કરી. આ કારણે આલિયા બ્રાન્ડ ખૂબ જ મજબૂત બની ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)