માધુરી દીક્ષિતની હદથી વધારે ખૂબસુરતી યુઝર્સને લાગી નકલી, બોલ્યા- પ્લાસ્ટિક સર્જરી કરાવી કે શું ?

શું માધુરી દીક્ષિતે કરાવી સર્જરી ? વીડિયો જોઇ યુઝર્સે કહ્યુ- ચહેરો જ બગાડી લીધો

અભિનેત્રી માધુરી દીક્ષિત ઘણીવાર ચર્ચામાં રહે છે. તે આ સમયે ફિલ્મોથી દૂર છે, પરંતુ ટીવી શોમાં તે તેની ઉપસ્થિતિ સતત દર્જ કરાવી રહી છે. તે એક બાદ એક શોમાં જજ તરીકે નજર આવી રહી છે. આ સમયે માધુરી ‘ઝલક દિખલા જા 10’માં જજની ખુરશી સંભાળી રહી છે.તેના સિવાય શોમાં કરણ જોહર અને નોરા ફતેહી પણ જજની ભૂમિકામાં છે. તાજેતરમાં જ પેપરાજીએ માધુરી દીક્ષિતને શોના સેટ પર સ્પોટ કરી હતી. આ દરમિયાન તે લાલ સાડીમાં અદ્ભુત લાગી રહી હતી. પરંતુ, લોકો તેની સુંદરતા પર પ્રશ્ન કરતા જોવા મળ્યા હતા.

વીડિયો જોઈને નેટીઝન્સ પૂછી રહ્યા છે કે શું માધુરીએ ચહેરાની સર્જરી કરાવી છે ? તમને જણાવી દઈએ કે રિયાલિટી ડાન્સ શો ‘ઝલક દિખલા જા’ પાંચ વર્ષ પછી પરત ફર્યો છે. હાલમાં જ સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ માધુરીનો એક વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો. જેમાં માધુરી પોલ્કા ડોટ પ્રિન્ટની લાલ રંગની સાડી પહેરેલી જોવા મળી રહી હતી. તેણે આ સાડી સાથે સિલ્વર બ્લાઉઝ પહેર્યો હતો

અને આ દરમિયાન પેપરાજીની સામે જોરદાર પોઝ પણ આપ્યા હતા. તસવીરમાં તેની ખૂબસુરતી જોતા જ બની રહી છે. તેનો ઝળહળતો ચહેરો જાણે અલગ જ ચમકી રહ્યો છે. જો કે, વીડિયો જોયા બાદ એક તરફ કેટલાક યુઝર્સ પોતાની ફેવરિટ એક્ટ્રેસના વખાણ કરી રહ્યા છે તો બીજી તરફ કેટલાક યુઝર્સે તેના લુક પર સવાલ ઉઠાવ્યા છે. યૂઝર્સનું કહેવું છે કે તેઓ માધુરી દીક્ષિતના લુકમાં થોડો ફેરફાર જોઈ રહ્યા છે.

તેના આધારે તેઓ અનુમાન લગાવી રહ્યા છે કે માધુરી દીક્ષિતે સર્જરી કરાવી છે. નેટીઝન્સ વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે શું માધુરી દીક્ષિતે બોટોક્સ કરાવ્યુ છે? એક યુઝરે લખ્યું, ‘બહુ વધુ બોટોક્સ.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘તેણે ચહેરા પર સર્જરી કરાવી છે કે શું ? આ ઉપરાંત અન્ય એક યુઝરે લખ્યુ- ચહેરો એકદમ બદલાયેલો દેખાય છે. જો કે કેટલાક યુઝર્સ માધુરી દીક્ષિતના વખાણ કરતા પણ જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

એક યુઝરે કહ્યું, ‘તે સર્જરી નથી, મેકઅપની અસર છે.’ જો કે, યુઝર્સ પહેલાથી જ અભિનેત્રીને હોઠની સર્જરી વિશે પ્રશ્ન કરી ચૂક્યા છે. ગયા મહિને જ્યારે તે ‘ઝલક દિખલા જા 10’ના પ્રોમો શૂટ માટે પેપરાજીની સામે આવી ત્યારે યુઝર્સે આવી જ કોમેન્ટ કરી હતી.

Shah Jina