ટીવીની આ ખૂબસુરત અભિનેત્રીએ સાડી સાથે પહેરી લીધો એવો બ્લાઉઝ કે તસવીરો જોતા નજર જ નહિ હટાવી શકો

બિગ બોસ 14માં ધૂમ મચાવ્યા બાદ ટીવી એક્ટ્રેસ જાસ્મીન ભસીન અને અલી ગોનીના સંબંધો વધુ મજબૂત થઈ રહ્યા છે. શો પૂરો થયાના વર્ષો પછી પણ ચાહકો આ જોડી પર પોતાનો પ્રેમ વરસાવે છે. આ સાથે જ બંનેની લોકપ્રિયતા આકાશને સ્પર્શવા લાગી છે. જાસ્મીન ભસીન અને અલી ગોનીની લવ સ્ટોરી બિગબોસ 14 બાદ હવે દરેકની જીભ પર છે. આ રિયાલિટી શોમાં આવ્યા બાદ આ બંને સ્ટાર્સના અનેક મ્યુઝિક વીડિયો આવ્યા હતા.

જો કે, આ બંને ફરી એકવાર તેમના નવા મ્યુઝિક વીડિયો માટે હેડલાઇન્સમાં છે. આ મ્યુઝિક વીડિયોના લિરિક્સ છે- ‘સજાઉંગા લૂંટકર ભી’. અલી અને જાસ્મિનના ફેન્સને આ મ્યુઝિક વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ બંને સ્ટાર્સ તાજેતરમાં તેમના નવા મ્યુઝિક વીડિયોના પ્રમોશન માટે આવ્યા હતા. આ દરમિયાન જાસ્મીન ભસીન એવા રિવિલિંગ બ્લાઉઝમાં જોવા મળી હતી કે બધા તેને જોતા જ રહી ગયા હતા.તાજેતરની તસવીરોમાં જાસ્મીન લાઇટ સ્કાય બ્લુ કલરની સાડીમાં જોવા મળી હતી.

જાસ્મીને આ સાડી સાથે એવું રિવિલિંગ બ્લાઉઝ પહેર્યું હતું કે લોકો તેને જોતા જ રહી ગયા હતા.જાસ્મિન ભસીન આ સાડી સાથે પતલી દોરી પર ટકેલુ બ્લાઉઝ પહેરેલી જોવા મળી હતી. આટલું જ નહીં, આ બ્લાઉઝ પહેરીને અભિનેત્રીએ કેમેરા સામે એવા એવા પોઝ આપ્યા કે લોકો જોતા જ રહી ગયા.સાડીમાં અભિનેત્રી એટલી સુંદર લાગી રહી હતી કે દરેક તેના લુકના દીવાના બની ગયા હતા.

આ અવસર પર જાસ્મિન પોતાની સ્ટાઈલનો જાદુ ફેલાવવાથી પોતાને રોકી શકી નહીં.આ ગીતના પ્રમોશન દરમિયાન જાસ્મિનનો બોયફ્રેન્ડ અલી ગોની બ્લેક લુકમાં જોવા મળ્યો હતો. જાસ્મીન અને અલીના મ્યુઝિક વીડિયોની વાત કરીએ તો, ‘સજાઉંગા લુટકર ભી’ ગીતે રિલીઝ થતાની સાથે જ ધૂમ મચાવી દીધી છે. ગીત લૉન્ચથી સામે આવેલી તસવીરોમાં બંનેની બોન્ડિંગ હંમેશાની જેમ જબરદસ્ત લાગે છે.

બિગ બોસ દરમિયાન, જાસ્મીન ભસીન માટે ટ્વિટર પર #JasminBhasinSabseHaseen ટ્રેન્ડ જોરદાર હતો. દિલ સે દિલ તક ફેમ અભિનેત્રીની આ તસવીરો જોઈને તમારા મોઢામાંથી ફરી એક વાર એ જ વાત નીકળી જશે. ગીત લૉન્ચમાં જાસ્મીન ભસીન અને અલી ગોનીની એન્ટ્રી ખૂબ જ જોરદાર રહી હતી અને બંનેએ પેપરાજીની સામે ખૂબ પોઝ આપ્યા હતા. આ તસવીરો સામે આવતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થવા લાગી હતી.

જણાવી દઈએ કે, જાસ્મીન ભસીન એકતા કપૂરની સીરિયલ ‘નાગિન’માં પણ જોવા મળી ચૂકી છે. આ સીરિયલ પહેલા પણ અભિનેત્રી ઘણી અન્ય સીરિયલોમાં પણ જોવા મળી છે. જો કે, તેની લોકપ્રિયતા ‘બિગ બોસ સીઝન 14’થી વધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Jasmin Bhasin (@jasminbhasin2806)

Shah Jina