ખુરશી પર સૂકુનની ઊંઘ લઇ રહી છે ટીવીના મોટા સેલિબ્રિટીની લાડલી, કરીના ખાનના તૈમુર જહાંગીર કરતા ઘણી ક્યૂટ છે

રાજકુમારીઓ જેવી છે ટીવીના મોટા સેલિબ્રિટીની લાડલીનો ઠાઠ-માઠ, કરીના ખાનના તૈમુર જહાંગીર કરતા ઘણી ક્યૂટ છે

દેબીના બેનર્જી અને ગુરમીત ચૌધરી ટીવી ઈન્ડસ્ટ્રીના સૌથી ચર્ચિત કપલ્સમાંથી એક છે. સીરીયલ રામાયણમાં રામ-સીતાનું પાત્ર ભજવતા બંને પ્રેમમાં પડ્યા હતા અને ફેબ્રુઆરી 2011માં લગ્નના બંધનમાં બંધાયા હતા. લગ્નના 11 વર્ષ પછી આ કપલે એક રાજકુમારીનું તેમના જીવનમાં સ્વાગત કર્યું હતુ. આ કપલને સુંદર દીકરી લિયાના છે. તેઓ દીકરીના જીવનમાં આવવાથી ઘણા જ ખુશ છે. હવે આ કપલની આખી દુનિયા તેમની રાજકુમારીની આસપાસ ફરે છે.

કપલ લગભગ દરરોજ તેમની લાડલીની તસવીરો શેર કરતા રહે છે. કપલે લિયાનાનું ઇન્સ્ટાગ્રામ પેજ પણ બનાવ્યુ છે, જેમાં દેબિના સમયાંતરે લિયાનાના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં લિયાનાનો એક ફોટો અને ક્યૂટ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયો લિયાનાના પહેલા ફોટોશૂટનો છે. લુકની વાત કરીએ તો લિયાના બ્લૂ આઉટફિટમાં ક્યૂટ લાગી રહી છે. તેણે માથા પર ક્યૂટ હેરબેન્ડ લગાવી છે.લિયાનાએ તેના નાના હાથમાં નાનું પર્સ લીધુ છે અને તે ખુરશી પર સૂતી જોવા મળી રહી છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે ગુરમીત-દેબિનાની લાડલી સૂકુનથી સૂઇ રહી છે. આ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે, ‘મારા પ્રથમ ફોટોશૂટ દરમિયાન હું સારી રીતે સૂઈ રહી હતી. આ સાથે ઘણા હેશટેગ્સ પણ લખવામાં આવ્યા છે. આ વીડિયો સિવાય લિયાનાના ઈન્સ્ટા પેજ પર આ જ ફોટોશૂટની એક તસવીર પણ શેર કરવામાં આવી છે.બીજી ઘણી તસવીરો લિયાનાના ઇન્સ્ટા પેજ પર છે, જેમાં તે મમ્મી-પપ્પા સાથે જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે ગુરમીત અને દેબીના હવે તેમના બીજા બાળકનું આ દુનિયામાં સ્વાગત કરવા જઇ રહ્યા છે.દેબીના બેનર્જી બીજી વખત માતા બનવાની છે. માત્ર 4 મહિના પહેલા જ તેને પહેલું સંતાન થયું હતું. ઘણા પ્રયત્નો પછી દેબીનાને પહેલું બાળક થયું.તે 5 વર્ષથી પ્રયાસ કરી રહી હતી. આ પ્રક્રિયામાં તે 5 વખત નિષ્ફળ ગઈ હતી, પરંતુ જુઓ આને નસીબ કહેવાય કે પહેલા બાળકના જન્મના 4 મહિના પછી દેબીનાને બીજા બાળકની ભેટ મળી.

 

View this post on Instagram

 

A post shared by Lianna 🎀 (@lianna_choudhary)

તમને જણાવી દઈએ કે, મેરેજ બાદ દેબીનાએ કામમાંથી બ્રેક લીધો અને ગુરમીતનું દેશભક્તિ ગીત ‘તેરી ગલી સે’ તાજેતરમાં જ રિલીઝ થયું છે, જે તેજસ્વી ગાયક જુબિન નૌટિયાલે ગાયું છે. બીજું કે ગુરમીત ઘણી હિન્દી ફિલ્મોમાં પણ જોવા મળ્યો છે, જેમાં તે વજહ તુમ હો, ખામોશિયાં અને વર્ષ 2021માં રિલીઝ થયેલી ‘ધ વાઈફ’માં જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Debina Bonnerjee (@debinabon)

Shah Jina