બૉલીવુડ ફિલ્મ “લાઇગર” ફ્લોપ થયા બાદ ઇટલીમાં વેકેશન મનાવી રહી છે અનન્યા પાંડે, ગ્રીન બિકી પહેરી દેખાડવા લાગી ફિગર

અનન્યા પાંડેની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ લાઇગર ફ્લોપ થયા પછી અભિનેત્રી ચિલ કરવા વિદેશ પહોંચી ગઈ છે. અનન્યા આ દિવસોમાં ઈટલીમાં ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે. બોક્સ ઓફિસ પર ફિલ્મ ફ્લોપ થયા પછી અનન્યા પાંડે ઈટાલીમાં ‘મી’ ટાઈમ એન્જોય કરી રહી છે. જ્યાંથી અનન્યાએ પોતાની સુંદર તસવીરો શેર કરી છે. જે ચાહકોને પણ પસંદ આવી રહી છે. તસવીરોમાં અનન્યાએ ગ્રીન કલરની બિકી પહેરી છે અને સનબાથ લઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Ananya 💛💫 (@ananyapanday)

જણાવી દઈએ કે કેપરી ઈટાલીમાં ખૂબ જ સુંદર જગ્યા છે. આ પહેલા અનન્યા ઉત્તર પ્રદેશના મથુરાની ગલીઓમાં ફરતી જોવા મળી હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરીને રાધે-રાધે લખ્યું હતુ. ગ્રીન બિકી સાથે અભિનેત્રીએ બ્લેક ચશ્મા અને નેકપીસ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. તસવીરોમાં અનન્યાનો સિઝલિંગ અવતાર જોઈને ચાહકોની નજર પણ અનન્યા પાંડે પર ટકેલી છે અને તે તેના ખૂબ વખાણ કરી રહ્યો છે.

ત્યાં કેટલાક તેને ‘લાઇગર’ ફિલ્મ ફ્લોપ થવા પર ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘બીજી ફિલ્મ ફ્લોપ આપ્યા પછી કેવી રીતે ચિલ કરવું’, તો બીજાએ લખ્યું, ‘પહેલા એક્ટિંગ શીખો.’ તે જ સમયે, બીજાએ લખ્યું, ‘પહેલીવાર હું કોઈ સ્ટારને ફિલ્મ ફ્લોપની ઉજવણી કરતા જોઈ રહ્યો છું’, જ્યારે બીજાએ લખ્યું, ‘કોઈ ટેલેન્ટ નથી.’ આ ફિલ્મને શરૂઆતમાં દર્શકોમાં ઘણો ક્રેઝ મળ્યો હતો પરંતુ, તેની રિલીઝ પછી, તે તેમને થિયેટરોમાં લાવવામાં નિષ્ફળ રહી.

દર્શકોને ફિલ્મની સ્ટોરી બિલકુલ પસંદ ન આવી. આવી સ્થિતિમાં, પુરી જગન્નાથ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સપાટ પડી. અનન્યા અત્યાર સુધી 5 ફિલ્મોમાં જોવા મળી છે. તેણે ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’થી ડેબ્યૂ કર્યું હતું. જો કે, યુઝર્સ હજુ પણ તેની એક્ટિંગની મજાક ઉડાવે છે. એવા અહેવાલો છે કે લાઇગર ફ્લોપ થયા પછી ડિરેક્ટર મુંબઈ છોડીને હૈદરાબાદ શિફ્ટ થઈ ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by D E S I G Y A N (@desigyan._)

તેણે વિજય દેવેરાકોંડા સાથેની આગામી ફિલ્મ ‘જન ગણ મન’ પણ બંધ કરી દીધી છે.ઉલ્લેખનીય છે કે અનન્યા પાંડેની ફિલ્મ લાઇગર હમણાં જ રીલિઝ થઇ હતી, અને તે બોક્સઓફિસ પર ઊંધા માથે પટકાઇ હતી આ ફિલ્મમાં અનન્યા સાથે મુખ્ય ભૂમિકામાં વિજય દેવરાકોંડા જોવા મળ્યો હતો. આ ફિલ્મનું નિર્માણ ધર્મા પ્રોડક્શન દ્વારા કરવામાં આવ્યું હતુ.

 

View this post on Instagram

 

A post shared by Ananya 💛💫 (@ananyapanday)

ફિલ્મનું પ્રદર્શન બોક્સ ઓફિસ પર કંઇ ખાસ રહ્યું ન હતું. જો કે આ ફિલ્મ બોલિવૂડનો બોયકોટટ્રેન્ડ ખતમ કરી દેશે તેવી અપેક્ષા હતી, પરંતુ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ નીવડી.અનન્યાએ લાઇગર ફિલ્મથી સાઉથ સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું.

Shah Jina