“બ્રહ્માસ્ત્ર”ના સ્ક્રિનિંગમાં સેલેબ્સનો જમાવડો, થનારા મોમ ડેડ આલિયા-રણવીરે લોકોનું દિલ જીતી લીધું જુઓ PHOTOS

મુંબઈમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ “બ્રહ્માસ્ત્ર”નું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. મહેશ ભટ્ટ, શાહીન ભટ્ટ અને અયાન મુખર્જી સૌથી પહેલા ફિલ્મના સ્ક્રીનિંગમાં પહોંચ્યા હતા. આલિયા અને રણબીરે તેમના ચાહકો માટે આ સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજી હતી. આલિયા અને રણબીર ફિલ્મની સ્ક્રીનિંગમાં સાથે પહોંચ્યા હતા. બંનેને જોવા માટે ચાહકોની ભીડ ઉમટી પડી હતી.

રણબીર આલિયાએ પેપરાજીને ઘણા પોઝ આપ્યા હતા. ફિલ્મની સ્ક્રીનિંગ વખતે રણબીર અને આલિયા તેમના ફેન્સને મળ્યા હતા. બંનેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આલિયા ભટ્ટ ફિલ્મની સ્ક્રીનિંગમાં ઓરેન્જ કલરના બોડીકોન ડ્રેસમાં જોવા મળી હતી. આ આઉટફિટમાં અભિનેત્રી તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. આલિયાએ મિનિમલ મેકઅપ સાથે પોતાનો લુક પૂરો કર્યો.

તો રણબીર કપૂર કેઝ્યુઅલ લુકમાં એકદમ હેન્ડસમ લાગે છે. બંનેને તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ફિલ્મના સ્ક્રીનિંગમાં શનાયા કપૂર સહિત ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા. આ ફિલ્મને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.શનાયા કપૂર પણ ડેનિમ જેકેટ સાથે સફેદ પેન્ટ અને ટી-શર્ટમાં સ્ક્રીનિંગમાં જોવા મળી હતી.

બ્રહ્માસ્ત્ર મોટા બજેટની ફિલ્મ છે. બ્રહ્માસ્ત્રના એડવાન્સ બુકિંગને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મે કરોડોનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, મૌની રોય અને નાગાર્જુન અક્કીનેની મુખ્ય ભૂમિકામાં છે.

સ્ક્રીનિંગ પછી, ચાહકો તેમનો પ્રતિભાવ આપવા માટે સોશિયલ મીડિયા પર ગયા. તેણે એમ પણ કહ્યું કે અયાન મુખર્જીની ફિલ્મે ‘ભારતીય સિનેમામાં ઐતિહાસિક ક્ષણો’ સર્જી છે. આલિયાના પિતા અને દિગ્ગજ ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ અને બહેન શાહીન ભટ્ટ પણ સ્ક્રીનિંગમાં હાજર રહ્યા હતા.

રણબીર આલિયાએ હાલમાં જ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે ફિલ્મની રિલીઝના એક દિવસ પહેલા અમે અમારા ફેન્સ માટે સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખીશું. રણબીરે આ સાથે કહ્યું હતું કે મારો લકી નંબર 8 છે. તેથી અમે 8મી સપ્ટેમ્બરે ફિલ્મનું સ્ક્રીનિંગ રાખી રહ્યા છીએ.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Niraj Patel