હાલના દિવસોમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તેમની બહુપ્રતિક્ષિત ફિલ્મ બ્રહ્માસ્ત્રને લઇને ઘણા ચર્ચામાં છે. આ ઉપરાંત આલિયા તેની પ્રેગ્નેંસીને લઇને પણ ઘણી ચર્ચામાં છે. રણબીર-આલિયા સ્ટારર ફિલ્મ બ્રહ્માસ્ત્ર 9 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઇ રહી છે. ત્યાં બીફ પર રણબીર કપૂરના વિવાદાસ્પદ નિવેદન પછી રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ બ્રહ્માસ્ત્રનો બહિષ્કાર શરૂ થઈ ગયો છે. #BoycottBramhashtra ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યું છે.જણાવી દઈએ કે બ્રહ્માસ્ત્ર ફિલ્મને બનાવવામાં 5 વર્ષથી વધુનો સમય લાગ્યો છે. નિર્દેશક અયાન મુખર્જીએ આ ફિલ્મ માટે ઘણી મહેનત કરી છે.
આ ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ઉપરાંત અમિતાભ બચ્ચન, મૌની રોય અને સાઉથ સુપરસ્ટાર નાગાર્જુન મહત્વની ભૂમિકામાં છે. 400 કરોડના જંગી ખર્ચ સાથે બનેલી બ્રહ્માસ્ત્ર બોક્સ ઓફિસ પર સૌથી મોટી હિટ ફિલ્મ બનવાના ઈરાદા સાથે રિલીઝ થવા જઇ રહી છે.એવું માનવામાં આવે છે કે ઝડપથી આગળ વધી રહેલી ફિલ્મના એડવાન્સ બુકિંગને કારણે રણબીર કપૂરની ફિલ્મ ઓપનિંગ ડે પર રેકોર્ડબ્રેક કમાણી કરી શકે છે. હાલમાં રણબીર અને આલિયા બંને તેમની ફિલ્મ બ્રહ્માસ્ત્રનું જોરદાર પ્રમોશન કરી રહ્યા છે અને તેને લઇને તેઓ આજે દિલ્હી પહોંચ્યા હતા.
આ દરમિયાન આલિયાનો લુક જોવાલાયક હતો. આલિયા વ્હાઇટ ટી શર્ટ સાથે પર્પલ બ્લેઝર અને ડેનિમ કેરી કર્યુ હતુ અને આ દરમિયાન વાળ પણ ખુલ્લા રાખ્યા હતા.આ લુકમાં તેનો બેબી બંપ પણ સ્પષ્ટ દેખાઇ રહ્યો હતો. રણબીર પણ આ દરમિયાન કુલ અને ડેશિંગ લુકમાં જોવા મળ્યો હતો.આલિયા-રણબીરની ફિલ્મ રિલીઝ થયા પછી શું કમાલ કરશે, તે તો જલ્દી જ ખબર પડી જશે, પરંતુ તે પહેલા તમારે જાણી લેવું જોઈએ કે આલિયા અને રણબીરની ફિલ્મ કેવી છે ?
બ્રહ્માસ્ત્રનો પહેલો રિવ્યૂ સામે આવ્યો છે. તેમાં જણાવાયુ છે કે આખરે આ ફિલ્મ કેવી છે. ટ્વિટર એકાઉન્ટ પર બ્રહ્માસ્ત્રનો પહેલો રિવ્યૂ કરતી વખતે ઉમૈર સંધુએ લખ્યું- રણબીર કપૂર બ્રહ્માસ્ત્રમાં ખૂબ જ કન્ફ્યુઝ લાગે છે. શું ચાલી રહ્યું છે તેની તેને ખબર પણ નથી. ફિલ્મમાં આલિયા ભટ્ટ અદભૂત છે. મૌની રોયે જોરદાર પરફોર્મન્સ આપ્યું છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચને ગ્રેસ એડ કરી છે. અફસોસ એટલો જ છે કે તેમના ઓછા ફૂટેજ આપવામાં આવ્યા છે. પોતાના રિવ્યુમાં ઉમૈર સંધુએ દર્શકોને ફિલ્મના દરેક પાત્રના અભિનય વિશે જાણકારી આપી છે.
View this post on Instagram
જો કે, હવે ફિલ્મ રિલીઝ થયા પછી જ ખબર પડશે કે બ્રહ્માસ્ત્રમાં કયા સ્ટારે કેટલો કમાલ બતાવ્યો છે. બ્રહ્માસ્ત્રને 2022ની સૌથી મોટી ફિલ્મ માનવામાં આવે છે. અયાન મુખર્જીએ આ ફિલ્મ બનાવવા માટે ઘણા વર્ષો આપ્યા છે. આ ફિલ્મ આલિયા અને રણબીર માટે પણ ખૂબ જ ખાસ છે, કારણ કે બંનેએ પહેલીવાર આ ફિલ્મમાં સાથે કામ કર્યું છે અને આ ફિલ્મથી જ તેમની લવ સ્ટોરી શરૂ થઇ હતી.
View this post on Instagram