એસએસ રાજામૌલીની ફિલ્મ RRR મોટા પડદા પર દસ્તક દેતા જ ખૂબ ધૂમ મચાવવા લાગી છે. પહેલીવાર જુનિયર એનટીઆર અને રામ ચરણ કોઇ ફિલ્મમાં સાથે દેખાવા લાગ્યા છે. આ ઉપરાંત બોલિવુડના સિંઘમ કહેવાતા અજય દેવગન અને આલિયા ભટ્ટને પણ દમદાર અંદાજમાં બતાવવામાં આવ્યા છે. હવે જયાં એક તરફ ફિલ્મ અને તેના કલાકારો ખૂબ પ્રશંસા મેળવી રહ્યા છે ત્યાં એવી ખબર સામે આવી રહી છે કે આલિયા ડાયરેક્ટર એસએસ રાજામૌલીથી નારાજ થઇ ગઇ છે. ફિલ્મમાં આલિયાને થોડીવાર માટે જ બતાવવામાં આવી છે પરંતુ તેણે તેના પ્રમોશનમાં કોઇ પણ પ્રકારની કમી છોડી નથી.
પરંતુ હવે કહેવામાં આવી રહ્યુ છે કે આલિયા રાજામૌલીથી એટલી નારાજ થઇ ગઇ છે કે તેને ઇન્સ્ટાગ્રામ પર તેમને અનફોલો કરી દીધા છે. આટલું જ નહિ, આલિયાના ઇન્સ્ટા પેજ પર RRR સાથે જોડાયેલી પોસ્ટ પણ નજર આવી રહી નથી. તમને જણાવી દઇએ કે, RRRના કેટલાક પ્રમોશનમાં આલિયાને જોવામાં આવી છે. પરંતુ હવે ફિલ્મ રીલિઝ થયા બાદ કહેવામાં આવી રહ્યુ છે કે અભિનેત્રી RRRમાં ઓછી સ્ક્રીન સ્પેસ આપવાને કારણે નારાજ થઇ ગઇ છે. આ માટે તેણે RRRની પોસ્ટ ગુસ્સામાં ડિલીટ કરી દીધી છે.
મીડિયા રીપોર્ટ્સમાં કરવામાં આવેલ દાવો ખોટો છે કે નહિ, આલિયા રાજામૌલીથી નારાજ છે કે નહિ તો તે સમય આવશે ત્યારે ખબર પડશે. આલિયા ભટ્ટે રાજામૌલીને અનફોલો કર્યા નથી. ઈન્સ્ટા પર જઈને આલિયા ભટ્ટનું લિસ્ટ તપાસો તો તેમાં એસએસ રાજામૌલીનું નામ સ્પષ્ટ દેખાય છે. એટલા માટે રાજામૌલીને અનફોલો કરવાના સમાચાર ખોટા છે. પણ હા, એ સાચું છે કે આલિયા ભટ્ટના ઈન્સ્ટા એકાઉન્ટ પર RRR સંબંધિત કોઈ પોસ્ટ નથી. હવે આલિયાએ પોસ્ટ કેમ ડિલીટ કરી તેનું સાચું કારણ તે જ કહી શકશે.