મનોરંજન

માસુમ ચહેરો અને પ્રેમાળ હાસ્ય, શું તમે ઓળખો છો આ અભિનેત્રીને? એક નામી પરિવારની છે વહુ

જુવાનીની લગ્ન પહેલાની આ 10 તસ્વીરો જોઈને ચાહકોના દિલ ગાર્ડન ગાર્ડન થઇ ગયા, તમે પણ જુઓ

આખી દુનિયા આજે કોરોના વાયરસની મહામારી સામે લડી રહી છે. દેશભરમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. જેમાં હાલ છૂટછાટ આપી દેવામાં આવી છે. સામાન્ય લોકોની જેમ બોલીવુડના સિતારાઓ પણ હવે પોતાના ઘરમાંથી બહાર નીકળી રહ્યા છે. ઘણા કલાકારો તો હવે કામ ઉપર પણ પાછા ફરી રહ્યા છે.

Image Source

સોશિયલ મીડિયામાં પણ આ કલાકારો ખુબ જ એક્ટિવ રહે છે. આ દરમિયાન આ સીતારાઓના કેટલાક જુના કિસ્સાઓ પણ અને તસવીરો પણ સામે આવી રહી છે.

Image source

હાલમાં અભિનેત્રી ઐશ્વર્યા રાયની પણ કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે. જેમાં તેને ઓળખવી પણ ખુબ જ મુશ્કેલ બને છે. ઘણી જ સુપરહિટ ફિલ્મો આપનારી અભિનેત્રી ઐશ્વર્યા હાલમાં પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહી છે.

Image Source

થોડા સમય પહેલા તે પણ કોરોના પોઝિટિવ આવી હતી ત્યારબાદ તે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ હતી. અને સાજી થઇ જતા તે પોતાના ઘરે પહોંચી હતી.

Image Source

ઐશ્વર્યા હાલમાં તો કોઈ બૉલીવુડ ફિલ્મમાં તમને જોવા નહિ મળે પરંતુ તે સાઉથીની એક ફિલ્મમાં નજર આવવાની છે. ફિલ્મનો કેટલોક ભાગ શૂટ કરવાનો હજી બાકી છે. જલ્દી જ તે આ શૂટિંગ પૂર્ણ કરવા પણ જઈ શકે છે.

Image Source

ઐશ્વર્યાનો જન્મ 1973માં મેંગ્લોરમાં થયો હતો. તેને ફિલ્મોમાં નહિ પરંતુ મોડેલિંગની દુનિયામાં સફળતા મળેવી હતી.

Image Source

ઐશ્વર્યા રાયના પિતા કૃષ્ણરાજ એક બાયોલોજીસ્ટ હતા. તેની માતાનું નામ વૃંદા રાય અને તેના ભાઈનું નામ આદિત્ય રાય છે.

Image Source

ઐશ્વર્યાએ 1991માં સુપર મોડેલની સ્પર્ધા જીતી હતી. ફોર્ડ દ્વારા આયોજિત આ સ્પર્ધાને જીત્યા બાદ તેને વોગ મેગેજીનના અમેરિકી એડિશનમાં જગ્યા મળી હતી.

Image Source

1993માં તે અભિનેતા આમિર ખાન સાથે એક જાહેરાતમાં નજર આવી હતી, ત્યારબાદ 1994માં તેને મિસ વર્લ્ડનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.

Image Source

વાત જો ઐશ્વર્યાના દેખાવની કરીએ તો મોડેલિંગના દિવસોમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી હતી. પરંતુ સમય જતા તે વધારે સુંદર દેખાવવા લાગી. આજે પણ તેની સુંદરતા જોવા લાયક છે.

Image Source

ઐશ્વર્યા જયારે સ્કૂલમાં ભણતી હતી ત્યારે જ તેને મોડેલિંગની ઓફર મળવાની શરૂ થઇ ગઈ હતી અને તેને પોતાની પહેલી જાહેરાત નવમાં ધોરણમાં કરી હતી. તે એક પેન્સિલની જાહેરાત હતી.

Image Source

ઐશ્વર્યાએ સાઉથની ફિલ્મ “ઈરુવર” (1997)માં પોતાના અભિનયની શરૂઆત કરી હતી. જેને મણિરત્નમ દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી.

Image Source

એશની પહેલી બૉલીવુડ ફિલ્મ “ઔર પ્યાર હો ગયા” (1999)માં આવી હતી. આ ફિલ્મને ડાયરેક્ટર રાહુલ રવૈલ દ્વારા નિર્મિત કરવામાં આવી હતી.

Image Source

ઐશ્વર્યાને બોલીવુડમાં ઓળખ સંજય લીલા ભણસાલીની ફિલ્મ “હમ દિલ દે ચુકે સનમ” (1999) દ્વારા મળી હતી. આ ફિલ્મમાં અભિનેતા સલમાન ખાન તેની સાથે હતો. ત્યારબાદ ઐશ્વર્યાએ એક પછી એક હિટ ફિલ્મોમાં કામ કર્યું.

Image Source

આ દરમિયાન જ ફિલ્મ “ગુરુ”ના શૂટિંગ દરમિયાન જ અભિષેક બચ્ચને ઐશ્વર્યાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. 2007માં બંનેના લગ્ન થઇ ગયા અને તે બચ્ચન પરિવારની વહુ બની ગઈ. આજે તેની એક દીકરી પણ છે. જેનું નામ આરાધ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.