કોરોના વાયરસના કારણે લાગેલા લોકડાઉનમાં તો છૂટ મળી ગઈ, પરંતુ હજુ ઘણા બધા એવા ક્ષેત્રો છે જે પાછા નથી શરૂ થઇ શક્યા જેમાંથી એક છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી, હજુ પણ પણ ફિલ્મ જગત સાથે જોડાયેલા કલાકારો હજુ પણ પોતાના ઘરની અંદર જ બેઠા છે. પરંતુ આ સમય દરમિયાન બોલીવુડના સેલેબ્રીટી સાથે જોડાયેલી ઘણી બાબતો સામે આવી છે. જેમાંથી એક ઐશ્વર્યાના બાળપણ સાથે જોડાયેલી છે.

હાલમાં જ સોશિયલ મીડિયા ઉપર ઐશ્વર્યાના બાળપણનો એક ફોટો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે એકદમ નાની છે. તે ખુબ જ ક્યૂટ અને ઘણી જ મસ્તી ખોર પણ દેખાઈ રહી છે.

આ તસ્વીરમાં તે ક્યારેક પોતાના ભાઈને જુએ છે તો ક્યારેક તાલી પણ વગાડતી જોઈ શકાય છે. બાળપણથી જ ઐશ્વર્યા અને તેના ભાઈ આદિત્ય વચ્ચે ખુબ જ સારું બોન્ડિંગ જોવા મળે છે.

ઐશ્વર્યા આજે બોલીવુડની એક ખુબ જ સફળ અભિનેત્રી છે સાથે તે આજે બચ્ચન પરિવારનું વહુ પણ છે, એશ એક ક્લાસિકલ ડાન્સર પણ છે.

ઐશ્વર્યાએ ફિલ્મોમાં તો સફળતા હાંસલ કરી જ લીધી છે સાથે તેને મોડેલિંગમાં પણ સફળતા મેળવી છે. ઐશ્વર્યાના પિતા કૃષ્ણરાજ એક બાયોલોજીસ્ટ હતા. તેની માતાનું નામ વૃંદા રાય અને ભાઈનું નામ આદિત્ય રાય છે.

ઐશ્વર્યાએ 1991માં સુપરમોડેલની સ્પર્ધા જીતી હતી. 1993માં તેને આમિર ખાન સાથે એક જાહેરાતનું શૂટિંગ કર્યું હતું, 1994માં તેને મિસ ઇન્ડિયાનો એવોર્ડ પોતાના નામે કર્યો હતો.
Author: thegujjurocks.in