મનોરંજન

આરાધ્યા માટે છે કેટલી નૈની અને હંમેશા હાથ કેમ પકડી રાખે છે ઐશ્વર્યા? જયા બચ્ચને જણાવી હકીકત

બોલિવુડની સૌથી સુંદર અભિનેત્રી અને બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાય બચ્ચન ફક્ત પોતાના શાનદાર અભિનયના કારણે જ નહીં પોતાના જીવનના દરેક સંબંધમાં સફળ રહી છે. તે સારી દીકરી, વહુ, પત્ની અને માતા છે. આજ કારણ છે કે આરાધ્યાના જન્મ બાદ તેણે ફિલ્મોમાંથી લાંબા સમય સુધી બ્રેક લીધો હતો. તે પોતાની દીકરીને સંપૂર્ણ સમય આપે છે.

આરાધ્યા હવે 7 વર્ષની થઇ ગઇ છે, મોટાભાગે ઐશ્વર્યા દીકરીને પોતાની સાથે જ રાખે છે. ઐશ્વર્યાની દીકરી સાથે બોન્ડિગ તસ્વીરોમાં જ દેખાઇ આવે છે.

ઘણી વખત લોકોને એમ પણ પ્રશ્ન થાય છે કે શું આરાધ્યાની નૈની નહીં હોય તો આ વાતની સ્પષ્ટતા ખુદ જયા બચ્ચને જ કરી છે. આવો જાણીએ જયાએ વહુ ઐશ્વર્યા તથા નૈની વિશે શું કહ્યું?

ઐશ્વર્યા વિશે જયા બચ્ચને એક ઇન્ટવ્યુમાં કહ્યું હતું કે, એશ બહુ જ કેરિંગ મધર છે. ઘરે પણ એશ આરાધ્યાને ખુબ પેમ્પર કરે છે. તે હંમેશા આરાધ્યાની સાથે જ રહેવા ઇચ્છે છે.

ઐશ્વર્યા રાય બચ્ચન લગ્ન બાદ ભલે સિલેક્ટેડ ફિલ્મો કરી રહી હોય પરંતુ તે હંમેશા લાઇમલાઇટમાં રહે છે. દીકરી આરાધ્યાના જન્મ બાદ તે ઘણા સમારંભોમાં હાજરી આપે છે.

ઐશ્વર્યાની સાસુ જયા બચ્ચન ઐશ્વર્યાના પેરેન્ટિંગ સ્કિલ્સના વખાણ કરી ચૂકી છે. જયા બચ્ચને એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, આરાધ્યાના દરેક કામ ઐશ્વર્યા જાતે જ કરવા પસંદ કરે છે.

આરાધ્યા બચ્ચનના જન્મ બાદ એક ઇન્ટવ્યુમાં જયા બચ્ચને જણાવ્યું કે, ઐશ્વર્યા બહાર જવાનું શરુ કરે પરંતુ તે આરાધ્યાની દેખરેખ માટે કોઇની પર વિશ્વાસ જ મુકતી નથી, અને આરાધ્યાનું દરેક કામ જાતે જ કરે છે.

જયા બચ્ચને કહ્યું કે, ક્યારેક ક્યારેક તો હું ઐશ્વર્યાને ચિડાવું છું કે, આરાધ્યા ખૂબ જ લકી છે કે મિસ વર્લ્ડ ઐશ્વર્યા તેની નર્સ છે. ઐશ આરાધ્યાને કોઇ મેડ કે નૈનીના ભરોસા પર છોડતી નથી, અને તેની એ વાત સારી છે.

જયા બચ્ચને કહ્યું કે, આરાધ્યા લાંબી છે, તેને માતા-પિતા બંનેના લુક્સ મળ્યા છે. તેના લુક્સને સતત તેના પેરેન્ટ્સ સાથે કમ્પેર કરવામાં આવે છે. તેને ઐશ્વર્યા જેવી સુંદરતાની ઉમ્મીદ રાખવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, સાસુ બાદ ઐશ્વર્યાએ જણાવ્યું કે, આરાધ્યા માટે મારા ઘર પર કોઇ નૈનીની ફૌજ  નથી. ફક્ત એક નૈની છે. પરંતુ આરાધ્યાનું કામ મને જાતે જ કરવું પસંદ કરે છે.