ફિલ્મી દુનિયા

વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાય અને આરાધ્યાએ કોરોનાને ધોબીપછાડ આપી, જાણો સમગ્ર અહેવાલ

ઘણા સમય પછી બચ્ચન પરિવાર તરફથી ખુશખબરી સામે આવી છે. બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન અને તેની આઠ વર્ષની પુત્રી આરાધ્યા બચ્ચનને કોરોનાની સફળતાપૂર્વક સારવાર કર્યા પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ઐશ્વર્યા અને આરાધ્યા બંનેને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તેઓ જલસા સ્થિત તેમના ઘરે પહોંચ્યા છે. જોકે, હજી સુધી તે સ્પષ્ટ નથી થયું કે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને ક્યારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. બંનેની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

✨🙏✨GOD BLESS ✨🙏✨

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

અભિષેક બચ્ચને ટ્વિટર પર આ માટે દરેકની પ્રાર્થનાનો આભાર માન્યો હતો. અભિષેક બચ્ચને ટ્વીટ કર્યું હતું કે, “બધાની પ્રાર્થના અને દુઆઓ બદલ આભાર. તમે હંમેશા તેના માટે આભારી રહેશો. ઐશ્વર્યા અને આરાધ્યા કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તે હવે ઘરે જ રહેશે. હું અને મારા પિતા હજી પણ મેડિકલ સ્ટાફની દેખરેખ હેઠળ હોસ્પિટલમાં રહેશે. ”

આપને જણાવી દઈએ કે 17 જુલાઈએ ઐશ્વર્યા અને આરાધ્યાને કોરોના વાયરસના ચેપને કારણે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઐશ્વર્યા અને આરાધ્યા પણ કોરોના પોઝિટિવ હતા, પરંતુ બંને જુહુ બંગલા જલસામાં હોમ ક્વોરેન્ટાઇન હતા. પરંતુ ઐશ્વર્યા રાયને તાવ, શ્વાસ લેવામાં તકલીફ અને કફ અને સાથે ગળામાં દુખાવો થતાં નાણાવટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

11 જુલાઇએ અમિતાભ બચ્ચને જાણ કરી હતી કે તેઓને કોરોના થયો છે. થોડા જ સમયમાં અભિષેક બચ્ચને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવવાની ખબર સામે આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

આ પછી ઐશ્વર્યા અને આરાધ્યાનો કોરોના રિપોર્ટ 12 તારીખે પોઝિટિવ આવ્યો હતો. આ પછી ઐશ્વર્યા અને આરાધ્યા હોમ ક્વોરેન્ટાઇન હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.