બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય પોતાના સ્વર્ગીય પિતા કૃષ્ણારાજ રાયની બર્થ એનિવર્સરી ઉજવવા માટે ડે ઓફ સ્માઈલ એનજીઓ પહોંચી હતી.

આ પ્રસંગે ઐશ્વર્યા રાય સાથે તેની દીકરી આરાધ્યા અને તેની મમ્મી વૃંદા રાય પણ હાજર રહયા હતા. પોતાના પિતાની બર્થ એનિવર્સરી પર ઐશ્વર્યા રાયે માસુમ બાળકો સાથે પોતાનાની સમય વિતાવ્યો અને તેમની સાથે મસ્તી પણ કરી.

આ સમયનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં ઐશ્વર્યા રાય પોતાની દીકરીને છોડીને એક ક્યૂટ નાની બેબીની માસુમિયત પર ફિદા થઇ ગયેલી જોવા મળી રહી છે. વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે ઐશ્વર્યા પોતાની દીકરી સાથે સ્ટેજ પર ઉભી છે અને તેમની સાથે ઘણા લોકો દેખાઈ રહયા છે.
ત્યારે જ એક મુસ્લિમ મહિલા એક ક્યૂટ બેબી સાથે સ્ટેજ પર આવે છે અને ઐશ્વર્યાને ક્યૂટ બેબી ગમી જાય છે એટલે એ વારેવારે એ બેબીને રમાડતી જોવા મળે છે. આ દરમ્યાન આરાધ્યા પણ બેબીને જોઈને ખુશ દેખાય છે. આરાધ્યાના હાથમાં ગિફ્ટ પેકેટ્સ છે, જે એ વારેવારે એ બેબીને આપવાની કોશિશ કરતી નજરે પડે છે.

આ પછી તસવીરો પણ ક્લિક કરાવે છે. જો કે આ પછી આખી ઇવેન્ટ દરમ્યાન આરાધ્યા ક્યારેક તેની મમ્મીના ખોળામાં બેસેલી જોવા મળી, તો ક્યારેક નાની વૃંદાને વ્હાલ કરતી જોવા મળી. તો ક્યારેક મમ્મી ઐશ્વર્યાનો હાથ પકડીને બેસેલી આરાધ્યાની તસવીરો પણ વાયરલ થઇ છે.

આ ઇવેન્ટમાં ઐશ્વર્યા ગ્રે ટોપ, પિન્ક જેકેટ અને બ્લેક પેન્ટમાં જોવા મળી, જયારે આરાધ્યા પ્રિન્ટેડ ટોપ અને જીન્સમાં જોવા મળી, ત્યારે સાથે આવેલા વૃંદા રાયે ગોલ્ડન કલરનો સલવાર સૂટ પહેર્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી આ તસ્વીરો અને વીડિયોના યુઝર્સ ખૂબ જ વખાણ કરી રહયા છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.