અમદાવાદમાં 31 વર્ષની પરિણીતાએ યુવક સાથે અફેર કરીને અલગ અલગ હોટેલ અને ઘરમાં સુખ માણ્યું અને સંતોષી હવસ, છેલ્લે દર્દનાક થયું

ચાંદખેડા 31 વર્ષની પરિણીતાએ ઘરની બહાર લફરું કરીને સુખ માણ્યું, પેલો પ્રેમી કહેતો તારી દીકરી ને જિંદગીભર સાચવીશ પણ છેલ્લે થયો મોટો કાંડ

ગુજરાતમાં અવાર નવાર યુવતિઓ અને મહિલાઓ સાથે છેડતી અને બળાત્કારના કિસ્સાઓ સામે આવે છે, ઘણીવાર નાની નાની સગીરાઓને પણ હવસનો શિકાર બનાવવામાં આવે છે. આ ઉપરાંત ઘણી પરણિત મહિલાઓને પણ લાલચ આપી તેમની સાથે સંબંધ બાંધી પછી તેને તરછોડી દેવામાં આવતી હોય છે. હાલમાં અમદાવાદમાંથી આવો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં રહેતી એક યુવતિને લગ્નની લાલચ આપી આરોપી પ્રેમીએ ઘર અને હોટલમાં ઘણીવાર બળાત્કાર ગુજાર્યો હતો. યુવતિને આરોપીએ લગ્નની લાલચ આપી હતી અને પતિ સાથે છૂટાછેડા લેવાની વાત પણ કરી હતી. જો બાદ તે પ્રેમીને મેળવવા માટે પતિથી અલગ રહેવા લાગી હતી. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

જો કે, આરોપીએ યુવતિને તરછોડી દેતા તેણે પોલિસને ફરિયાદ કરી હતી અને તે બાદ પોલિસે ગુનો નોંધ્યો હતો. ઘટનાની વિગત જોઇએ તો, ચાંદખેડામાં રહેતી 31 વર્ષીય યુવતી જે છેલ્લા એકાદ મહિનાથી તેની દીકરી સાથે રહે છે, તેના લગ્ન 12 વર્ષ પહેલા એક યુવક સાથે થયા હતા. પહેલા તો યુવતી તેના સાસરે જ રહેતી હતી. આ યુવતીના ઘરની સામે દીપક મકવાણા તેના પરિવારના સભ્યો સાથે રહેતો હતો. જો કે, યુવતિ અને દિપકની મુલાકાત સોસાયટીમાં ઘણીવાર થઇ અને પછી બંને વચ્ચે નંબરની આપ-લે પણ થઈ હતી. તે બાદ દીપક અને યુવતી વચ્ચે મિત્રતા થતા ચારેક મહિના સુધી તેઓએ ફોન પર વાતચીત પણ કરી હતી.

આ દરમિયાન જ બંને વચ્ચે પ્રેમ પાંગર્યો. થોડા સમય બાદ દીપકે આ યુવતીને ચાંદખેડા ખાતે આવેલી એક હોટલમાં મળવા બોલાવી અને ત્યાં દીપકે તેને કહ્યુ કે, હું તને બહુ પ્રેમ કરું છું તું તારા પતિથી છૂટું લઈ લે. તેણે કેની દીકરીને પણ જીવનભર સાચવવાની વાત કરી હતી. આરોપી દિપકે યુવતિને લગ્ન કરવાની વાતમાં લાવી સંબંધ બાંધ્યો હતો. જે બાદ બંને અલગ અલગ હોટલોમાં વારંવાર મળવા લાગ્યા. બધી મુલાકાત દરમિયાન દીપક યુવતી સાથે સંબંધ બાંધતો. જોકે, બે મહિના પહેલા જ યુવતીના પતિને આ પ્રેમ સંબંધની જાણ થઇ અને તેને લઇને પતિ પત્ની વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. જે બાદ યુવતીએ દીપકને વાત કરી અને ત્યારે દિપકે કહ્યુ કે, તું ચિંતા ન કર, હું તારી સાથે લગ્ન કરીશ અને તારી દીકરીને લઈ જઈશ અને સાચવીશ.

દિપકે યુવતિને એવું પણ કહ્યુ હતુ કે, પહેલા તું તારા પતિથી છૂટાછેડા લઈ લે. દીપકના કહેવા પર યુવતી તેની દીકરીને લઈને પિયર જતી રહી અને તેની માતાને દીપક સાથેના સંબંધની જાણ કરી. જે બાદ તેણે પતિ સાથે છૂટાછેડા લેવાના પ્રયત્નો પણ ચાલુ કર્યા હતા. દિપકે યુવતિ પિયર રહેવા ગયા બાદ એક દિવસ ચાંદખેડા ખાતે એક હોટલમાં બોલાવી અને કહ્યું કે તું તારી દીકરીને લઈને ચાંદખેડા અલગ રહેવા માટે આવી જા હું તમને બંનેને સાચવીશ. જો કે, આ દરમિયાન પણ તેણે ફરીથી સંબંધ બાંધ્યા હતા. યુવતિ દિપકના કહેવા પર ત્રાગડ ખાતે ભાડેથી મકાન લઈ રહેવા લાગી હતી. જ્યાં દર રવિવારે દીપક આવીને સંબંધ બાંધતો હતો.

થોડા દિવસ પહેલા જ રાત્રે દીપકે આ યુવતીને કહ્યું કે, હું તારી સાથે કોઈ સંબંધ રાખવા માગતો નથી તું મને ભૂલી જા. આવું કહ્યા બાદ તેણે ફોન બંધ કરી દીધો હતો. જે બાદ યુવતી દિપકના ન્યુ સીજી રોડ ખાતે આવેલા મકાન ખાતે પહોંચી હતી. જ્યાં યુવતીને દીપક તથા તેના માતા પિતા સાથે સંબંધ બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો. તે બાદ આ મામલો ચાંદખેડા પોલીસ સ્ટેશન પહોંચ્યો પરંતુ યુવતી એકલી હોવાથી ગભરાઈ ગઈ હતી અને પોલીસ ફરિયાદ કરી નહોતી.યુવતિને આ વાત લાગી આવતા તેણે જૂની ગાયનેકની દવા ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને તેના પતિને વોટ્સએપ પર મેસેજ પણ કર્યો હતો.

જેમાં તેણે લખ્યુ હતુ કે, આપણી દીકરીને સાચવજો હું આ દુનિયા છોડીને જાઉં છું. જે બાદ યુવતી અર્ધબેભાન અવસ્થામાં સરી પડી હતી. યુવતિના માતા-પિતા આવતા તેને તે હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં પોલીસને આ ઘટનાની જાણ થતા યુવતીએ દીપક મકવાણા સામે પાંચેક વર્ષથી જુદી જુદી હોટલોમાં તથા ઘરે સંબંધ બાંધી બળાત્કાર ગુજારી શોષણ કર્યું હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Shah Jina