દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે અને આ લોકડાઉનમાં લોકો ઘરે બેઠા મનોરંજન માણી શકે એ માટે ટીવી ઉપર રામાયણનું પ્રસારણ શરુ કરી દેવામાં આવ્યું છે. રામાયણ જેટલી લોકપ્રિય ધારાવાહિક ટીવી જગતમાં બીજી કોઈ નથી ત્યારે વર્ષો પછી રામાયણ જોવાનો લ્હાવો મોટાભાગના લોકો લઇ રહ્યા છે. રામને ઘણા લોકો આદર્શ માને છે અને પતિ પત્નીના શ્રેષ્ઠ જોડી તરીકે પણ રામ અને સીતા પૂજાતા આવ્યા છે ત્યારે ઘણા લોકોને એ વાતની ખબર નહિ હોય કે રામ અને સીતા વચ્ચે ઉંમરનું કેટલું અંતર હતું, ચાલો આજે આપણે રામાયણ દ્વારા જ ભગવાન શ્રી રામ અને માતા સીતાની ઉંમર વચ્ચેનું અંતર જાણીએ.

ટીવી ઉપર પ્રસારિત થતા રામાયણમાં તમને રામ અને સીતાની ઉંમર વિશે જાણવા નહિ મળે પરંતુ રામાયણમાં આવતા એક દોહામાં રામ અને સીતાની ઉંમરની વાત કરવામાં આવી છે. આજે જયારે મોટાભાગના પરિવારો અને લોકો લગ્ન માટે ઉંમર પહેલા જોતા હોય છે ત્યારે રામ અને સીતાની વચ્ચેની ઉંમરનું અંતર જાણીને તમને પણ નવાઈ લાગશે.

” वर्ष अठारह की सिया, सत्ताइस के राम।
कीन्हों मन अभिलाष तब, करनो है सुर काम॥’
જેનો મતલબ થાય છે કે ભગવાન શ્રી રામ મત સીતા કરતાં 9 વર્ષ મોટા હતા, ભગવાન શ્રી રામ જયારે સીતા માટે સાથે લગ્ન કરે છે એ સમય દરમિયાનનો આ દોહો છે અને તેમાં જાણી શકાય છે કે લગ્ન સમયે માતા સીતાની ઉંમર 18 વર્ષની હતી તો ભગવાન શ્રી રામની ઉંમર 27 વર્ષની.

ભગવાન શ્રી રામ અને સીતા માતાને એક આદર્શ પતિ પત્ની માનવામાં આવે છે આજે પણ સમાજમાં જોઈએ તો ઘણા દંપતીઓને જોઈને કહેવામાં આવે છે “રામસીતા જેવી જોડી છે !!”
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.