ફિલ્મી દુનિયા

ઓહહહ બાપ, TV ની આ ટોપ હિરોઈનને થયો કોરોના, કહ્યું મારો પતિ અને પરિવાર…

દેશમાં અનલોક-2 ચાલી રહ્યું છે. એવું કહી શકાય કે, દેશને અનલોક કર્યા બાદ કોરોનાના કેસમાં વધારો થતો જાય છે. ટીવી ઇન્ડસ્ટ્રી અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રી ઘણા લોકો કોરોનની ઝપેટે આવી ચુક્યા છે. એક્ટર આમિરખાનના ઘરના 7 સ્ટાફ મેમ્બર્સ કોરોના પોઝિટિવ નીકળ્યા છે. આ વચ્ચે હવે ટીવી સીરિયલ એક્ટ્રેસને પણ કોરોનાના લક્ષણ જોવા મળ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Additi Gupta Chopra (@additigupta) on

ટેલિવિઝન એક્ટ્રેસ અદિતિ ગુપ્તા કોરોનાથી પોઝિટિવ આવી છે. અદિતિએ હાલમાં જ મીડિયા સાથેની વાતચીતમાં આ વાતની પુષ્ટિ કરી છે. અદિતિએ જણાવ્યું છે કે, તે અસિપ્ટોમેટિક છે અને હાલ તો તે ઘરમાં જ સેલ્ફ-ક્વોરન્ટીન થઈ છે. અદિતીએ જણાવ્યું હતું કે મને સુંઘવાની શક્તિ ઓછી થઇ ગઇ હતી તો પોતાને ક્વોરન્ટાઇન કરી લીધી. ટેસ્ટ કરાવ્યો તો ખબર પડી કે હું કોરોના સંક્રમિત છું. મારી અંદર કોરોનાના કોઇપણ લક્ષણ ન હતા. અદિતી કહે છે કે મને મારા પતિ, પરિવાર અને મિત્રોનો સપોર્ટ મળ્યો છે.

 

View this post on Instagram

 

Mood : Gin N Tonic 🍸 Who is with me??

A post shared by Additi Gupta Chopra (@additigupta) on

અદિતિએ કહ્યું હતું કે, ડૉક્ટરની સૂચના મુજબ તમામ બાબતોનું પાલન કરી રહી હોય ધીમે-ધીમે તેની સૂંઘવાની ક્ષમતા પાછી આવી રહી છે. વધુમાં અદિતિએ કહ્યું કે, જ્યારે કોઈ કોરોના પોઝિટિવ થાય ત્યારે તેણે ગભરાવવાની જરૂર નથી. ચોક્કસ દવાઓ અને હકારાત્મક અભિગમથી આ બીમારીને હરાવી શકાય છે. કોઇનાથી પણ આ અંગે વાત કરવાથી શરમાવવું ન જોઇએ.

 

View this post on Instagram

 

A post shared by Additi Gupta Chopra (@additigupta) on

અદિતિએ કહ્યું, “મને મારા પતિ, પરિવાર અને ફ્રેન્ડ્સનો ખૂબ સપોર્ટ મળી રહ્યો છે. તેઓ સતત મારું ધ્યાન રાખી રહ્યા છે. હવે મારી સૂંઘવાની ક્ષમતા આંશિક રીતે પાછી આવી ગઈ છે. હું હજી 10 દિવસ સુધી ક્વોરન્ટીન રહીશ.

 

View this post on Instagram

 

A post shared by Additi Gupta Chopra (@additigupta) on

વધુમાં કહ્યું હતું કે, હું યોગ્ય આહાર અને દવાઓ લઈ રહી છું. હું એટલું જ કહીશ કે આનાથી ગભરાશો નહીં. શરૂઆતમાં હું થોડી ચિંતામાં મૂકાઈ હતી પરંતુ યોગ્ય દવાઓ અને હકારાત્મક અભિગમને કારણે હું સ્વસ્થ થઈ રહી છું. મારા સારા દિવસો પરત આવી રહ્યા છે અને હું સામાન્ય જીવન તરફ આગળ વધી રહી છું.

 

View this post on Instagram

 

A post shared by Additi Gupta Chopra (@additigupta) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.