‘ધ કેરલ સ્ટોરી’ની એક્ટ્રેસ અદા શર્મા છે પ્રેગ્નેટ ? વીડિયોમાં બેબી બંપ જોઇ ચાહકો હેરાન- જુઓ

Adah Sharma Pregnant news: આ દિવસોમાં બોક્સ ઓફિસ પર ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’નો દબદબો ચાલી રહ્યો છે. ફિલ્મ 5 માર્ચે રીલિઝ થઇ હતી ત્યારથી લઇે અત્યાર સુધી સારી એવી કમાણી કરી રહી છે. ફિલ્મ જલ્દી જ 300 કરોડના આંકડાને સ્પર્શે તેવા ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે. ત્યાં ફિલ્મની અભિનેત્રી અદા શર્માનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જે તેણે પોતે જ શેર કર્યો છે. આ વીડિયોમાં અદા તેના બેબી બંપને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

અદા શર્માએ ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો છે, જેમાં તે બ્લેક સલવાર સૂટ અને પિંક જેકેટમાં જોવા મળી રહી છે. વીડિયોમાં તે જમીન પર બેઠેલી છે અને એક શ્વાન તેની સામે ઉભો છે. તે શ્વાનને પોતાનો બેબી બંપ બતાવી રહી છે. અદાનો આ વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. જો તમે પણ આ વીડિયો જોઈને વિચારી રહ્યા છો કે અદા પ્રેગ્નેટ છે તો તમે પણ અદાની તોફાનીનો શિકાર બની ગયા. કારણ કે સત્ય કંઈક બીજું છે.

અદાએ વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું છે કે, “#TheKeralaStoryમાં તે સીન યાદ છે ? જ્યારે ઈશાક મને મારવા માટે પથ્થર ઉપાડે છે? આ શ્વાન આખું દ્રશ્ય જોઈ રહ્યો હતો અને બાદમાં આવીને મને ચેક કરી. સ્ક્રીન પર ( ગર્ભવતી હોવાથી, એક મોબાઇલ ફોન વિના ભયંકર જગ્યાએ અટવાઈ ગઈ હતી) અને ઓફ સ્ક્રીન (દર્દ થઇ રહ્યુ હતુ, માથામાં દુખાવો હતો અને ગર્ભવતી વાળું પ્રોસ્થેટિક પેટ ખૂબ ભારે હતું, પગ ચાલતા ચાલતા થાકી ગયા હતા)

તેણે પાસે આવી મને સાંભળ્યું અને મેં તેને હગ કર્યું. કેવી રીતે અલગ અલગ પ્રજાતિઓ પણ જોડાઇ જાય છે અને જો તમે સ્ક્રોલ કરો છો તો તમને મારા ફીડ દ્વારા ફોટો મળશે કે હું શ્વાનને હાથીનો વીડિયો બતાવી રહી છું.” કંઇ પણ હોય, પણ અદાના આ વીડિયોને પહેલી નજરે જોતા તેના ફોલોઅર્સને પાક્કુ આંચકો લાગ્યો હશે.

 

View this post on Instagram

 

A post shared by Adah Sharma (@adah_ki_adah)

Shah Jina