ઉજ્જૈનના મહાકાલ મંદિર દર્શન કરવા પહોંચી સારા અલી ખાન, ગર્ભગૃહમાં જળ-દૂધનો કર્યો અભિષેક, ભસ્મ આરતીમાં થઇ સામેલ

મહાકાલના દરબારમાં એક્ટ્રેસ સારા અલી ખાન, ભસ્મ આરતીમાં થઇ સામેલ

Sara Ali khan in ujjain : બાબા મહાકાલનું ધામ લાખો કરોડો ભક્તોની આસ્થાનું વિશેષ કેન્દ્ર છે. દરરોજ મોટી સંખ્યામાં સામાન્ય લોકો સાથે સાથે ખાસ વ્યકિતઓ પણ મંદિર દર્શન માટે પહોંચતા હોય છે. ત્યારે હાલમાં બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન બુધવારે બાબા મહાકાલના દર્શન કરવા પહોંચી હતી. તેણે ભસ્મ આરતી દરમિયાન નંદી હોલમાં સાધના અને આરતી બાદ ગર્ભગૃહમાંથી જલ અભિષેક કર્યો હતો.

સારા અલી ખાન આજે સવારે બાબા મહાકાલના દર્શન કરવા ઉજ્જૈન પહોંચી હતી. અભિનેત્રીએ ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો અને તે પછી તે નંદી હોલમાં લગભગ અડધો કલાક બેસીને શિવનો જાપ કરતી જોવા મળી હતી. આ ત્રીજી વખત છે જ્યારે અભિનેત્રી ભોલેનાથના દર્શન કરવા ઉજ્જૈન પહોંચી છે. સારા અલી ખાન અહીં પરંપરા મુજબ સાડી પહેરીને પહોંચી હતી. તેણે સવારે 7 વાગ્યે યોજાનારી ભોગ આરતીમાં હાજરી આપી હતી.

સારા અલી ખાન આ દરમિયાન પિંક સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.સારાનો ઉજ્જૈનના મહાકાલ મંદિરનો વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે, જેને જોઈને ફેન્સ પણ તેની સાદગીના ફેન થઈ ગયા છે. વીડિયોમાં સારા અલી ખાન મહાકાલની સામે હાથ જોડીને પલ્લુથી માથું ઢાંકીને ઉભેલી જોવા મળે છે. પૂજારીઓ પણ તેમને કંઈક આપતા અને સમજાવતા જોવા મળે છે.

સારાના બે વીડિયો સામે આવ્યા છે, જેમાં તે ભસ્મ આરતીમાં ભાગ લેતી જોવા મળી રહી છે અને સંપૂર્ણ રીતે ભક્તિમાં મગ્ન છે. તેણે ગર્ભગૃહમાં જળ અને દૂધથી અભિષેક પણ કર્યો હતો. જો કે, આ દરમિયાન સારા સાથે વિક્કી કૌશલ નજર આવ્યો નહોતો. આ પહેલા સારા અલી ખાન અને વિક્કી કૌશલ લખનઉ પહોંચ્યા હતા, જ્યાં તેઓએ બડે મંગલ પર હનુમાન સેતુ મંદિરની મુલાકાત લીધી હતી.

જો કે, સારાના મંદિર જવા સામે કેટલાક લોકોએ વાંધો ઉઠાવ્યો હતો અને પૂછ્યું હતું કે તેને મંદિરમાં જવાની મંજૂરી કોણે આપી ? આ દિવસોમાં સારા તેની આગામી ફિલ્મ જરા હટકે જરા બચકેના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મની વાર્તા ઈન્દોરની છે, તેથી અહીં આવવું તેના માટે ખૂબ જ ખાસ હતું. આ પહેલીવાર નથી કે સારા ઉજ્જૈન આવી હોય. એકવાર તે માતા અમૃતા સિંહ સાથે દર્શન કરવા આવી હતી અને બીજી વખત સાંજની આરતીમાં સામેલ થઈ હતી.

સારા આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘ઝરા હટકે ઝરા બચકે’ને લઈને ચર્ચામાં છે. તેની ફિલ્મ 2 જૂને રિલીઝ થઈ રહી છે. આ પહેલા તે દરેક રીતે ફિલ્મનું પ્રમોશન કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા વિક્કી કૌશલ જોવા મળશે અને આ ફિલ્મનું નિર્દેશન લક્ષ્મણ ઉતેકર દ્વારા કરવામાં આવ્યું છે.

Shah Jina