સેલ્ફી લેવા આવેલી મહિલા ફેન સાથે કરીના કપૂરે કર્યુ એવું કે, વીડિયો જોઇ યુઝર્સ લઇ રહ્યા છે ક્લાસ- જુઓ

ફેન સાથે કરીના કપૂરના આ વર્તનથી ગુસ્સે ભરાયા યુઝર્સ, આપી સલાહ- આમના વગર તું કંઇ પણ નથી

Netizens slam Kareena Kapoor : ફિલ્મ સ્ટાર્સ જ્યાં પણ જાય છે, તેમના ચાહકો તેમની સાથે ફોટો ક્લિક કરવા અથવા ઓટોગ્રાફ લેવા માટે તેમને ઘેરી લે છે. જો કે, આ દરમિયાન ઘણી વખત સેલિબ્રિટીઓ એવી ભૂલો કરે છે કે લોકો તેમના પર ગુસ્સે થઈ જાય છે. આવું જ કંઈક આ વખતે કરીના કપૂર ખાન સાથે થયું છે, જેના કારણે તેને ઘણી ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે.

હાલમાં કરીનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એરપોર્ટ પર જોવા મળી રહી છે. અભિનેત્રી એરપોર્ટની બહાર નીકળતી જોવા મળે છે. વીડિયો ક્લિપમાં જોઈ શકાય છે કે એક મહિલા ફેન તેની સાથે સેલ્ફી લેવા માટે તેને ફોલો કરતી જોવા મળી રહી છે, પરંતુ ફેનની વિનંતી પર પણ કરીના તેની તરફ જોતી પણ નથી અને તેની અવગણના કરીને આગળ વધે છે.

કરીનાનું ફેન સાથે આ વર્તન લોકોને પસંદ ન આવ્યુ અને સોશિયલ મીડિયા યુઝર્સે અભિનેત્રીને ઠપકો આપવાનું શરૂ કરી દીધું. આ વાયરલ વીડિયો પર કોમેન્ટ કરતાં યુઝર્સે લખ્યું કે કરીનાએ ફેન સાથે સારું કર્યું નથી. અન્ય યુઝરે લખ્યું, ‘સૌથી અસંસ્કારી સેલિબ્રિટી.’ અન્ય એક વ્યક્તિએ લખ્યું, ‘કેટલી અસંસ્કારી.’

અન્ય એક યુઝરે લખ્યું, ‘બહેન તારુ કંઇ નહિ જાય, એક સેલ્ફી આપી દઇશ તો’. ઘણા લોકોએ આવી કોમેન્ટ કરી કરીનાની ટીકા કરી રહ્યા છે. વીડિયોમાં કરીના કરીના વ્હાઇટ ટ્રેક સૂટ પહેરેલી જોવા મળી રહી છે. આ દરમિયાન, તેણે મિનિમલ મેકઅપ રાખ્યો હતો અને વાળને બનમાં કેરી કર્યા હતા. અભિનેત્રીએ આ સાથે સનગ્લાસ પણ પહેર્યા હતા.

કરીનાએ કેમલ શેડ બેગ કેરી કરી હતી અને આ લુકમાં તે આકર્ષક લાગી રહી હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો કરીના 2022માં ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળી હતી. અત્યારે તેની પાસે ત્રણ ફિલ્મો છે, The Crew, The Devotion of Suspect અને The Buckingham Murders.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Shah Jina