મનોરંજન

ખ્યાતનામ અભિનેત્રીઓની આ 7 દુર્લભ તસવીરો તમે નહિ જોઈ હોય, ફિલ્મોમાં આવતા પહેલા દેખાતી હતી આવી

ફિલ્મોની દુનિયામાં આવનાર ઘણા અભિનેતા અને અભિનેત્રીઓના દેખાવ સાવ અલગ હોય છે, કેટલીક તસવીરો જોઈને તો આપણે તેમને ઓળખી પણ ના શકીએ, પરંતુ ધીમે ધીમે તેમનું ફિલ્મોમાં કદ અને દેખાવ બંને નીકરતું જાય છે અને સમય સાથે એક નવા જ રૂપ રંગ સાથે તે આપણને જોવા મળે છે. આજે આપણે કેટલીક એવી અભિનેત્રીઓની દુર્લભ તસવીરો જોઈશું જેને જોઈને તમને પણ નવાઈ લાગશે.

Image Source

અનુષ્કા શર્મા:
અનુષ્કા શર્માએ પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત વર્ષ 2008માં શાહરુખ ખાન સાથે ફિલ્મ “રબને બનાદી જોડી”થી કરી હતી, આ ફિલ્મ બાદ અનુષ્કા ખુબ જ પ્રખ્યાત થવા લાગી અને બોલીવુડમાં તેને ઘણી હિટ ફિલ્મો આપી છે. પરંતુ બોલીવુડમાં આવતા પહેલા અનુષ્કા મોડેલિંગમાં પણ પોતાનો હાથ અજમાવ્યો હતો.

Image Source

પ્રિયંકા ચોપડા:
વર્ષ 2000માં મિસ વર્લ્ડનો ખિતાબ જીતનારી અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ પણ મોડેલિંગ દ્વારા જ કેરિયરની શરૂઆત કરી હતી આજે તે માત્ર બોલીવુડમાં જ નહિ પરંતુ હોલીવુડમાં પણ પોતાની એક આગવી ઓળખ બનાવી ચુકી છે, પ્રિયંકાના ચાહકો દેશ વિદેશમાં રહેલા છે.

Image Source

પૂજા ભટ્ટ:
પૂજા ભટ્ટ પણ એક સમયે મોડેલ રહી ચુકી છે, તેની પહેલી ફિલ્મ “દિલ હે કી માનતા નહીં” ખુબ જ સફળ રહી હતી, ત્યારબાદ તેને બીજી પણ ઘણી ફિલ્મો કરી હતી, પૂજા ભટ્ટનો આખો પરિવાર ફિલ્મોથી જોડાયેલો છે.

Image Source

કૈટરીના કૈફ:
બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રીઓના લિસ્ટમાં આવનારી અભિએન્ટ્રી કૈટરીના કૈફે પણ ફિલ્મો પહેલા મોડેલિંગમાં પોતાનો હાથ અજમાવ્યો હતો. તેને માલીયાલમ ફિલ્મો દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કરી હતી અને આજે બોલીવુડની એક સફળ અભિનેત્રી છે.

Image Source

ઐશ્વર્યા રાય બચ્ચન:
બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાય બચ્ચન પરિવાર સાથે જોડાતા પહેલા જ ઘણી કીર્તિ મેળવી ચુકી છે, તે પણ બોલીવુડની સફળ અભિનેત્રીઓના લિસ્ટમાં સામેલ છે. આજે પણ ઐશ્વર્યાની સુંદરતા ઉમર સાથે વધતી જઈ રહી છે. વર્ષ 2009માં તેના ફિલ્મોમાં યોગદાન માટે તેને પધ્મશ્રી પણ એનાયત કરવામાં આવ્યો હતો.

Image Source

સુસ્મિતા સેન:
માત્ર 18 વર્ષની વયે મિસ યુનિવર્સનો તાજ જીતનારી સુસ્મિતાએ ફિલ્મોમાં પણ પોતાની આગવી ઓળખ બનાવી છે. સુસ્મિતાએ પણ પોતાના કેરિયરની  શરૂઆતમાં મોડેલિંગ કર્યું હતું.

Image Source

બિપાશા બસુ:
બિપાસા બસુને બોલીવુડમાં બ્લેક બ્યુટી તરીકે ઓળખવામાં આવે છે, તેને બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, અભિનેતા કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા બાદ તે ફિલ્મોથી દૂર થઇ ગઈ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.