આ 9 અભિનેતાઓને આંટી જેવી પત્ની મળી, બંને વચ્ચે છે ઘણા ઉંમરનો ગેપ
પ્રેમમાં લોકો ન તો કોઈ સીમા જોવે છે કે ન તો ઉંમર. એવીજ અમુક બૉલીવુડ અભિનેત્રીઓ છે જે પોતાના પતિ કરતા ઉંમરમાં ખુબ મોટી છે. આવો તો જણાવીએ આવી જોડીઓ વિશે.

1. ઐશ્વર્યા રાય-અભિષેક બચ્ચન:
બચ્ચન ખાનદાનની વહુ ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની જોડી બોલીવુડની સૌથી ક્યૂટ જોડીઓમાંની એક છે. ઐશ અભિષેક કરતા ઉંમરમાં બે વર્ષ મોટી છે.

2. ભારતી સિંહ-હર્ષ લીંબાચીયા:
ભારતી સિંહ કોમેડી દુનિયાનું એક જાણીતું નામ બની ગઈ છે. ભારતીએ પોતાનાથી 8 વર્ષ નાના મૂળ ગુજરાતના રહેવાસી હર્ષ લીંબાચીયા સાથે લગ્ન કર્યા છે.

3. કિશ્ચર મર્ચેન્ટ-સુયશ રાય:
ટીવી અભિનેત્રી કિશ્ચરને બિગ બૉસનો હિસ્સો બન્યા પછી લોકપ્રિયતા મળી હતી. કિશ્ચરે 2016 માં પોતાનાથી ઉંમરમાં 8 વર્ષ નાના સુયશ રાય સાથે લગ્ન કર્યા હતા.

4. જય ભાનુશાલી-માહી વિજ:
ટીવી જગતના જાણીતા કપલ જય ભાનુશાલી અને માહી વીજએ વર્ષ 2011 માં લગ્ન કર્યા હતા. આજે બંન્નેની એક ક્યૂટ દીકરી છે. માહી ઉંમરમાં જય કરતા 2 વર્ષ મોટી છે.

5. અમૃતા સિંહ-સૈફ અલી ખાન:
અભિનેત્રી અમૃતા સિંહે વર્ષ 1991 માં પોતાનાથી 12 વર્ષ નાના સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. જો કે વર્ષ 2004 માં બંન્ને અલગ થઇ ગયા અને સૈફે કરીના કપૂર સાથે લગ્ન કરી લીધા.

6. બિપાશા બાસુ-9
બિપાશા ઉંમરમાં કરન સિંહ કરતા 4 વર્ષ મોટી છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે બિપાશા ઉંમરમાં મોટી હોવાને લીધે કરનની માતા આ લગ્ન માટે તૈયાર ન હતી. જો કે આખરે માતાએ પણ આ સંબંધ કબૂલી લીધો અને બંન્નેના લગ્ન થઇ ગયા.

7. ફરાહ ખાન-શિરીષ કુંદર:
બોલીવુડને પોતાના ઈશારા પર નચાવનારી કોરિયોગ્રાફર ફરાહ ખાને પોતાનાથી 8 વર્ષ નાના શિરીષ કુંદર સાથે લગ્ન કર્યા છે. બંન્નેના ત્રણ બાળકો છે.

8. અર્ચના પૂરણ સિંહ-પરમિત સેઠી:
અર્ચના પૂરણ સિંહ ટીવી અને ફિલ્મ જગતનું જાણીતું નામ છે હાલ અર્ચના કપિલ શર્મા શો માં જોવા મળી રહી છે. અર્ચનાએ વર્ષ 1992 માં પોતાનાથી 7 વર્ષ નાના અભિનેતા પરમીત સેઠી સાથે લગ્ન કર્યા છે.

9. સનાયા ઈરાની-મોહિત સહગલ:
ઇસ પ્યાર કો ક્યાં નામ દુ સિરિયલ દ્વારા ફેમસ થયેલી સનાયા ઈરાનીએ વર્ષ 2016 માં પોતાનાથી 2 વર્ષ નાના અભિનેતા મોહિત સહગલ સાથે લગ્ન કર્યા હતા.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.