આ આલીશાન ફ્લેટની માલકિન છે ટીવીની મશહૂર અભિનેત્રી અંકિતા લોખંડે, 8 બેડરૂમવાળા ઘર પર ચાલી રહ્યુ છે હસીનાનું રાઝ

ખૂબ જ રોયલ અને ક્લાસી અંદાજમાં સજેલુ છે અંકિતા લોખંડેનું ઘર, તસવીરો જોઇ 5 સ્ટાર હોટલનો થશે અહેસાસ

ટીવીની જાણીતી અભિનેત્રી અંકિતા લોખંડે વિકી જૈન સાથે વર્ષ 2021માં લગ્ન કર્યા હતા. લગ્નના 7 મહિના પથી કપલ તેમના નવા ઘરમાં શિફ્ટ થયા હતા. અંકિતા અને વિકીનું નવું ઘર ખૂબ જ સુંદર છે, જેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. અંકિતા જૈન તેના પતિ વિકી જૈન સાથે લગ્નના સાતેક મહિના બાદ 8BHK ફ્લેટમાં શિફ્ટ થઈ હતી.

આ ઘર જેટલું મોટું છે તેટલું જ વૈભવી અને સુંદર છે. અંકિતાએ આ નવા ઘરની ઘણી ઝલક સોશિયલ મીડિયા પર શેર પણ કરી હતી. આ સિવાય પણ અવાર નવાર અંકિતાની તસવીરોમાં તેના ઘરની ઝલક જોઇ શકાય છે. અંકિતા અને વિકીએ આ સુંદર ઘર શાહી શૈલીમાં તૈયાર કરાવ્યું છે. ઘરની દિવાલોના રંગથી લઈને ફ્લોર સુધી તેને સુંદર રીતે સજાવવામાં આવ્યું છે,

જેથી આ ઘરમાં આવનાર દરેક વ્યક્તિની નજર માત્ર ઘર તરફ જ રહે. કપલનો બેડરૂમ સૌથી ખાસ છે, બેડથી લઈને દિવાલો સુધી કલર ઓફ વ્હાઇટ રાખવામાં આવ્યો છે. ઘરનો લિવિંગ એરિયા પણ ઘણો મોટો છે જ્યાં નાની પાર્ટીઓ સરળતાથી ગોઠવી શકાય છે. અંકિતાએ ઘરના દરેક ખૂણાને ખૂબ પ્રેમથી સજાવ્યો છે. આ સિવાય ઘરનું કિચન પણ ઘણુ મોટુ છે.

અંકિતા અને વિકીએ ઘરનો એક ખૂણો ખાસ છે અને આને કપલે હેપ્પી પ્લેસ નામ પણ આપ્યું છે. આ વિસ્તારમાં એક સુંદર ટેબલ અને ખુરશી છે જ્યાં બંને એકબીજા સાથે ખુશીની પળો વિતાવી શકે છે. જ્યારે અભિનેત્રીએ ગૃહપ્રવેશ કર્યો ત્યારે તેણે ઘરના મેઇન ગેટની તસવીરો પણ શેર કરી હતી, જેમાં અભિનેત્રી સડીમાં પતિ વિકી સાથે પોઝ આપતી જોવા મળી હતી.

જણાવી દઈએ કે અંકિતા લોખંડે અને તેનો વિકી જૈન સ્ટાર પ્લસના રિયાલિટી શો ‘સ્માર્ટ જોડી’માં જોવા મળ્યા હતા અને તેઓ વિજેતા પણ બન્યા હતી. બંનેને ઈનામમાં 25 લાખ રૂપિયાની રકમ પણ મળી હતી અને આ સાથે ટ્રોફી પણ મળી હતી.

ઉલ્લેખનીય છે કે, ‘સ્માર્ટ જોડી’ જીત્યા બાદ અંકિતાએ કહ્યું હતું કે એક્સ બોયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ તેણે પોતાના સંબંધોમાં ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થવું પડ્યું હતું. અંકિતાના કહેવા પ્રમાણે, સુશાંતના ચાહકોએ સોશિયલ મીડિયા પર દુર્વ્યવહાર શરૂ કરી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે, વિકી જૈન સાથે રિલેશન પહેલા અંકિતાએ સુશાંત સિંહ રાજપૂતને લગભગ 6 વર્ષ સુધી ડેટ કર્યો હતો. તે 2016માં સુશાંતથી અલગ થઈ ગઈ હતી અને લગભગ બે વર્ષ પછી 2018માં તેની વિકી જૈન સાથે નિકટતા વધી હતી, જે વ્યવસાયે એક બિઝનેસમેન છે. બંનેએ ડિસેમ્બર 2021માં લગ્ન કર્યા હતા.

Shah Jina