ખબર ફિલ્મી દુનિયા

ખરાબ પરિસ્થિતિના કારણે દિગ્ગજ અભિનેતાનું નિધન, ગુરુદ્વારામાં લંગરમાં જમીને ભરતા હતા પેટ

લોકડાઉનના કારણે ઘણા લોકોની આથી સ્થિતિ કફોળી બની છે, સામાન્ય જ માણસ નહિ સેલેબ્રિટીઓ માટે પણ આ સમય મુશ્કેલી ભર્યો બની ગયો છે.ત્યારે બોલીવુડના એક સમયના ખ્યાતનામ અભિનેતા રવિ ચોપડાનું પણ નિધન થઇ ગયું હતું. રવિ ચોપડાને કેન્સર હોવાનું જાણવા મળી રહ્યું છે, તેમની આર્થિક હાલત એટલી કફોળી બની હતી કે પરિવાર પાસે તેમનો ઈલાજ કરાવવા માટેના પૈસા પણ નહોતા.

રવિએ 1972માં આવેલી ફિલ્મ “મોમ કી  ગુડિયા”માં કામ કર્યું હતું, તેના કારણે જ તે ખુબ જ પ્રખ્યાત થયા હતા, તેમને ચાહકો રતનના નામથી ઓળખતા હતા.

Image Source

રવિ લાંબા સમયથી પંચકૂલામાં એક ભાડાના મકાનમાં રહેતા હતા. તેમની પાસે તેમની બીમારીની દવા કરાવવા માટે પણ પૈસા નહોતા, એક રિપોર્ટ પ્રમાણે તેમને અક્ષય કુમાર, સોનુ સુદ અને ધર્મેન્દ્ર પાસે પણ મદદ માટે અપીલ કરી હતી. તેમને પોતાના લડખડાતા આવાજમાં કહ્યું હતું કે “જો મારુ શરુર સાથ આપતું તો હું નોકરી પણ કરી લેતો પરંતુ હું રોટલી માટે પણ લંગર ઉપર નિર્ભર છું.”

રવિ ચોપડાનું અસલી નામ અબ્દુલ જ઼ફફાર ખાન હતું, તેમને “મોમ કી ગુડિયા” ફિલ્મમાં અભિનેત્રી તનુજા સાથે કામ કર્યું હતું, આ ફિલ્મ બાદ તેમને ઘણી ફિલ્મો ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમના ઘરવાળાને તેમનું આ કામ પસંદ નહોતું તેના કારણે તેમને અભિનય છોડી દીધો હતો.

Image Source

રવિ ચોપડાએ તેમના દાદીમાના કહેવાના કારણે અભિનય છોડી દીધો હતો, અને પાછા પંજાબ આવી ગયા હતા. ત્યારબાદ તેઓએ શિક્ષણનો વ્યવસાય સ્વીકારી લીધો, ભણેલા ગણેલા હોવાના કારણે તે બાળકોને અંગ્રેજી ભણાવતા હતા, રવિ ચોપડાએ લગ્ન પણ નહોતા કર્યા, એક દીકરીને તેમને દત્તક લીધી હતી.

પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે!! ૐ શાંતિ !!

Author: GujjuRocks Team