“તારક મહેતા”ના આ અભિનેતાની કારની ઓટો રિક્ષા સાથે થઇ હતી ટક્કર, જુઓ કેવી હાલત થઇ

“તારક મહેતા” ના આ અભિનેતાની કારનો થયો હતો અકસ્માત, જુઓ તસવીરો

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ટીવીનો હિટ અને પોપ્યુલર શો છે.આ શો છેલ્લા 13 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો જેટલો લોકપ્રિય છે, તેટલા જ તેના પાત્રો પણ લોકપ્રિય છે. આ શોના બધા કલાકારો તેમના મજાકિયા અંદાજ માટે જાણિતા છે.

શોની સ્ટારકાસ્ટ લિસ્ટ પણ ઘણી લાંબી છે. તારક મહેતા, આયુષ્માન ભવ ટીવી ધારાવાહિકના અભિનેતા પ્રશાંત બજાજની કારનો એક્સીડેંટ થઇ ગયો છે, જો કે આ કાર અકસ્માતમાં પ્રશાંતને કોઇ ગંભીર ઇજા પહોંચી નથી. તેઓ બચી ગયા છે.

આ અકસ્માત એમટીએનએલ જંક્શન પાસે થયો. અભિનેતાની કારને ટક્કર મારનાર ઓટો રિક્ષા ડ્રાઇવર વિરૂદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. દુર્ઘટનામાં કારનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગયો છે. અભિનેતાએ જણાવ્યુ કે, ઓટો રિક્ષા ડ્રાઇવર, જેણે મારી ગાડીને ટક્કર મારી તે સુરક્ષિત છે અને બિલકુલ ઠીક છે. ભગવાનનો આભાર.

પ્રશાંત બજાજે કહ્યુ કે, હું આ અકસ્માતથી બચવા માટે ભગવાનનો આભાર નથી માની શકતો. આ શરૂઆતમાં ભયાનક લાગી રહ્યુ હતુ. મને લાગ્યુ કે, મેં મારો પગ ખોઇ દીધો. હું સુન્ન હતો પરંતુ ત્યારે લોકો ત્યા હતા અને હું સુરક્ષિત ઘરે આવી શકતો હતો. અમે એક પ્રાથમિકી દાખલ કરાવી છે. પોલિસ તપાસ કરી રહી છે. હું મારા બધા ચાહકોનો ખૂબ ખૂબ આભાર માનુ છુ.

પ્રશાંત બજાજ છેલ્લે આયુષ્માન ભવમાં જોવા મળ્યા હતા. આ ધારાવાહિક વર્ષ 2017માં બંધ થઇ ગઇ હતી. તે બાદ તેમણે ટીવીથી બ્રેક લીધો છે. ઇ ટાઇમ્સ સાથે વાતચીતમાં પ્રશાંતે જણાવ્યુ હતુ કે, હું હવે બોલિવુડ અને ડિજિટલ પ્લેટફોર્મમાં નસીબ અજમાવવા માંગુ છુ. હવે હું એક નવા વિચાર સાથે કામ કરવા માંગુ છુ.

Shah Jina