ISROના ચીફને મળે છે આટલો પગાર, નિભાવવી પડે છે આ બધી જ જવાબદારીઓ

0

ISRO એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન છેલ્લા કેટલાક વર્ષોથી દુનિયામાં દેશનું ગૌરવ બની રહ્યું છે. વિશ્વભરમાં ઈસરોની એક અલગ જ પ્રતિષ્ઠા ઉભી થઇ છે. છેલ્લા થોડા દિવસથી ઈસરોનું ચંદ્રયાન-2 મિશન ખૂબ જ ચર્ચાઓમાં છે.

Image Source

જયારે આખો દેશ વિક્રમ લેન્ડરના ચંદ્ર પર લેન્ડ કરવાની રાહ જોઈ રહ્યું હતું ત્યારે અચાનક જ વિક્રમ લેન્ડરનો ઈસરો સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. જે પછી લોકો નિરાશ અને ઉદાસ થઇ ગયા હતા. સૌથી વધુ અફસોસ ઇસરોના ચીફ કે સિવનને થયો હતો. પરંતુ ઈસરોના ચંદ્ર પર ઉતરવાના આ પ્રયાસના વખાણ ચારે તરફ થયા હતા. ત્યારે આજે વાત કરીએ ઇસરોના ચીફ કે સિવન વિશે –

Image Source

ઇસરોના ચીફનો પગાર –

કે સિવને ઈસરો ચીફની જવાબદારી જાન્યુઆરી 2018થી ઉઠાવી હતી. ઇસરોના ચીફ કે સિવન ચંદ્રયાન-2 મિશન સાથે જ લોકો માટે પ્રેરણારૂપ બની ગયા છે. જણાવી દઈએ કે કે સિવનનો પગાર 2.5 લાખ રૂપિયા પ્રતિ માસ છે. ઈસરો ચીફનો હોદ્દો IAS કે IPS બરાબર હોય છે. ઇસરોના બાકી વૈજ્ઞાનિકોને મહિનાનો પગાર લગભગ 55,000થી લઈને 90,000 રૂપિયા સુધી હોય છે. ભલે તેમના કામનો સમય સવારે 9 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધીનો હોય, પણ આ સમય દરમ્યાન તેમને ઘણા પડકારજનક કામો કરવાના હોય છે અને ઘણા પડકારોનો સામનો પણ કરવો પડે છે.

Image Source

ઇસરોના ચીફની જવાબદારીઓ –

વાત કરીએ ઇસરોના ચીફની જવાબદારીઓની તો, તેમને એ ધ્યાન રાખવાનું હોય છે કે દરેક વિભાગમાં બધું જ કામકાજ યોગ્ય રીતે ચાલતું રહે. સ્પેસ કમિશનની નીતિઓને લાગુ કરવા સિવાય નાણાકીય અને વહીવટી જવાબદારીઓને પૂરી કરવાનું કામ પણ તેમનું જ હોય છે. સરકાર તરફથી નક્કી કરવામાં આવેલા બજેટમાં દરેક પ્રોજેક્ટને પૂરું કરવાનું કામ સૌથી મોટો પડકાર હોય છે.

Image Source

દરેક મિશનને સમયસર પૂરું કરવું અને નકક કરવામાં આવેલા સુરક્ષાના નિયમો સાથે આને આગળ વધારવાના ઉપાયો વિશે નક્કી કરવાની જવાબદારી પણ ઈસરો ચીફના માથે જ હોય છે. દેશની સુરક્ષાની સાથે જોડાયેલા દરેક રાઝને પણ સુરક્ષિત રાખવાની ઈસરો ચીફની સૌથી મોટી જવાબદારી છે. આ સિવાય તેમને એ માધ્યમોને પણ શોધવાના હોય છે કે જેના દ્વારા દેશ રિસર્ચ અને શોધના ક્ષેત્રમાં મજબૂત બની શકે. પોતાના કાર્યકાળમાં દરેક મહત્વની જાણકારીઓના રેકોર્ડને સુરક્ષિત રાખવાની જવાબદારી પણ તેમની જ હોય છે.

Image Source

માત્ર ઈસરો ચીફ જ કોઈ પણ સ્પેસ મિશન વખતે દરેક મોટા અને સંવેદનશીલ નિર્ણયોની જાહેરાત કરી શકે છે. કે સિવન 104 સેટેલાઈટને એક સાથે અંતરિક્ષમાં મોકલવામાં પણ ઈસરોની મદદ કરી ચુક્યા છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here