આરાધ્યાના ખુશદિલ મિજાજ પર ફિદા ચાહકો, પેપરાજીને કહ્યુ નમસ્તે, થવા લાગી પરવરિશની તારીફ, વીડિયો વાયરલ
Aaradhya Greet The Paparazzi : આરાધ્યા બચ્ચન બોલિવૂડના સૌથી પ્રિય સ્ટાર કિડ્સમાંથી એક છે. અને કેમ નહીં, તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર ફેમિલીમાંથી છે. તાજેતરમાં, તે તેના માતા-પિતા અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન સાથે એરપોર્ટ પર જોવા મળી હતી, જેનો વીડિયો વાયરલ થયો છે. આ દરમિયાન તેણે કંઈક એવું કર્યું જેના પછી લોકો તેના જોરદાર વખાણ કરી રહ્યા છે.
પેપરાજીનું આરાધ્યાએ હાથ જોડી કર્યુ અભિવાદન
આરાધ્યા બચ્ચન હંમેશા તેની માતા સાથે જોવા મળે છે. દેવદાસ ફેમ અભિનેત્રી જ્યાં પણ જાય છે ત્યાં તે પોતાની પુત્રીને સાથે લેવાનું ભૂલતી નથી. આવી સ્થિતિમાં, આરાધ્યા બચ્ચન ઘણીવાર પેપરાજીના કેમેરામાં કેદ થઈ જાય છે. જો કે, આ વખતે અમિતાભ બચ્ચનની પૌત્રીએ જે કર્યું છે તે સોશિયલ મીડિયા પર ચાહકોના દિલ જીતી રહ્યું છે.
આરાધ્યા સ્વેટશર્ટ અને બેગી ડેનિમમાં લાગી સુંદર
લોકો આરાધ્યાના ‘સંસ્કાર’ના વખાણ કરી રહ્યા છે. અભિષેક ફેમીલી શનિવારે સવારે એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન, દસમી સ્ટાર ગ્રે સ્વેટશર્ટ અને ડેનિમ જીન્સમાં જ્યારે હમ દિલ દે ચૂકે સનમ સ્ટાર ઓલ બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી. તેમની વચ્ચે ચાલતી તેમની પુત્રી આરાધ્યા સ્વેટશર્ટ અને બેગી ડેનિમમાં સુંદર લાગી રહી હતી.
પરવરિશના લોકોએ કર્યા વખાણ
જ્યારે આરાઘ્યા એરપોર્ટ પર સ્પોટ થઇ કે તેણે પેપરાજીને જોઇ હાથ જોડીને અભિવાદન કર્યુ અને નમસ્તે કહ્યુ. તેની આ સ્ટાઇલ ચાહકોને ઘણી પસંદ આવી. આ પહેલા જ્યારે આરાધ્યા ઐશ્વર્યા સાથે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાંથી પરત ફરી હતી. ત્યારે પણ તેણે એ જ રીતે પેપરાજીનું અભિવાદન કર્યું હતું.
એશ્વર્યા-અભિષેક વર્કફ્રન્ટ
આ જોઈને ચાહકો ખૂબ જ પ્રભાવિત થયા અને આરાધ્યાની પરવરિશની પ્રશંસા કરી. ઐશ્વર્યાની વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે તાજેતરમાં જ ડિરેક્ટર મણિરત્નમની તમિલ ફિલ્મ પોન્નીયિન સેલવન-2માં જોવા મળી હતી. જ્યારે અભિષેક બચ્ચન ફિલ્મ દસમીમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ OTT પર રિલીઝ થઈ હતી.
View this post on Instagram