વરસાદમાં લારી પર ચઢી પલાંઠી વાળીને સુનિલ ગ્રોવર એક હાથમાં હાથ પંખો લઈને મકાઈ શેકતો જોવા મળ્યો, ચાહકો પણ વીડિયો જોઈને રહી ગયા હેરાન

કપિલ શર્માના શોનો આ ખ્યાતનામ કોમેડિયન હવે મકાઈ ડોડા વેચવા માટે થયો છે મજબુર?  વીડિયો વાયરલ, જાણો હકીકત

Sunil Grover Been Seen Roasting Corn : સિનેમા જગત અને ટીવી જગતમાં આવતા ચહેરાઓ પોતાના ટેલેન્ટના દમ પર દેશભરમાં નામ બનાવી દેતા હોય છે અને તે જ્યાં પણ જાય છે ત્યારે લોકોની ભીડ પણ તેમને ઘેરી લેતી હોય છે. ત્યારે ઘણીવાર આ કલાકારો એવા એવા કામ કરે છે જેને લઈને તે ચર્ચામાં પણ આવી જતા હોય છે. હાલ અભિનેતા અને કોમેડિયન સુનિલ ગ્રોવરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે મકાઈ વેચતો જોવા મળી રહ્યો છે.

સુનિલ ગ્રોવરે શેકી મકાઈ :

વાયરલ થઇ રહેલા વીડિયોમાં સુનિલ એક લારી પર બેસીને મકાઈ શેકી રહ્યો છે. તેને શર્ટ અને શોર્ટ પહેર્યું છે અને તે હાથમાં પંખો હલાવીને મકાઈ શેકવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં ‘મિશન ઈમ્પોસિબલ’નું સંગીત પણ સંભળાય છે. સુનીલ ગ્રોવરે લખ્યું છે  “હું આગામી મિશન શોધી રહ્યો છું. જો કે આ વીડિયો શેર કરતી વખતે તેણે કોમેન્ટ બોક્સ બંધ રાખ્યું છે. વીડિયોના અંતમાં તે માસ્ક પહેરીને લારીમાંથી નીચે ઉતરતા જોવા મળી રહ્યો છે.

અંગે બનાવી હતી રોટલી :

પહેલા પણ તેની કેટલીક પોસ્ટે હલચલ મચાવી છે. સુનીલ ગ્રોવરે એક નવી તસવીર શેર કરી છે જેમાં તે છત્રી વેચતો જોવા મળી રહ્યો છે. આ તસવીર શેર કરતાં સુનીલ ગ્રોવરે લખ્યું “વરસાદ એટલો પડ્યો, મારી પોતાની છત્રી પણ વેચાઈ ગઈ.” કેટલાક લોકો આ તસવીરો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે અને પૂછી રહ્યા છે – ભાઈ, શું થઈ રહ્યું છે. કારણ કે આ પહેલા પણ સુનીલ ગ્રોવરે કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં તે રોટલી બનાવતો જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Sunil Grover (@whosunilgrover)

ચાહકો થયા કન્ફ્યુઝ :

કેટલીક તસવીરોમાં તે રોટલી ફેરવતો જોવા મળી રહ્યો છે અને કેટલીક તસવીરોમાં તે તેને ઉપાડીને વાસણ પર મૂકતો જોવા મળે છે. તે કોલસાના ચૂલા પર આ રોટલી પકવતો જોવા મળે છે. સુનિલે આ તસવીર શેર કરીને પૂછ્યું છે  “શું તમે રોટલી ખાશો? લોકોએ પૂછ્યું- સાહેબ, શું કોમેડીનું કામ સારું નથી ચાલતું? એકે કહ્યું- ભાઈ, તારી શું હાલત છે? પરંતુ અભિનેતા એ ખરેખર આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવ્યો છે.

Niraj Patel