અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાયે આરાધ્યાના બર્થ ડે પર રાખી ગ્રેન્ડ પાર્ટી, આ ફિલ્મી સ્ટાર્સે વધારી રોનક, જુઓ અંદરની તસવીરો

આરાધ્યા બચ્ચનના બર્થ ડે બૈશમાં લાગ્યો સ્ટાર્સનો જમાવડો, 11માં જન્મદિવસ પર એશ્વર્યા-અભિષેકે આપ્યુ મોટુ સરપ્રાઇઝ

બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની પૌત્રી અને વિશ્વ સુંદરી એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની દીકરી આરાધ્યા બચ્ચન 11 વર્ષની થઇ ગઇ છે. સ્ટારકિડે 16 નવેમ્બરના રોજ તેનો 11મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. આ અવસર પર એશ્વર્યા અને અભિષેકે તેના માટે ખાસ પાર્ટીનું આયોજન કર્યુ હતુ,

જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આરાધ્યાના બર્થ ડે બૈશમાં ઇન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. આરાધ્યાની પાર્ટીમાં જેનેલિયા તેના બંને દીકરા રેયાન અને રાહિલ સાથે પહોંચી હતી. આ તસવીરમાં સ્ટારકિડ્સ પેપરાજીને હાથ જોડી નમસ્તે કહેતા પણ દેખાયા હતા.

એશ્વર્યા રાયની માતા વૃંદા રાય પણ નાતિનની બર્થ ડે પાર્ટીમાં પહોંચ્યા હતા. એક તસવીરમાં એશ અને અભિષેક વૃંદા રાયને ચાલવામાં મદદ કરતા જોવા મળી રહ્યા છે. એશ્વર્યાની લાડલીની બર્થ ડે પાર્ટીમાં સોનાલી બેન્દ્રે પણ પહોંચી હતી. આ દરમિયાન સોનાલીએ વ્હાઇટ ટી શર્ટ અને પિંક પેન્ટ પહેર્યુ હતુ. ભત્રીજી આરાધ્યાની બર્થ ડે પાર્ટીમાં તેની ફોઇ શ્વેતા પણ પહોંચી હતી.

અભિષેક બચ્ચનની દીકરીના જન્મદિવસની પાર્ટીમાં બંટી વાલિયા પણ તેની પત્ની અને બાળકો સાથે પહોંચ્યો હતો. તસવીરોમાં ચારેય ખૂબસુરત લાગી રહ્યા હતા. દીકરી આરાધ્યાની બર્થ ડે પાર્ટીમાં અભિષેક અને એશ્વર્યાએ વ્હાઇટ આઉટફિટ પસંદ કર્યો હતો. ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચને આરાધ્યા માટે તેમના ઘરે જન્મદિવસની પાર્ટીનું આયોજન કર્યું હતું.

આરાધ્યાએ માતા અને દાદી જયા બચ્ચન સાથે કેક કાપી હતી. આરાધ્યાના જન્મદિવસ પર ઐશ્વર્યાએ ખાસ શુભેચ્છા પોસ્ટ પણ શેર કરી હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર તેની પુત્રી સાથેની લિપ કિસ વાળી એક તસવીર શેર કરી હતી. જેના કેપશનમાં તેણે લખ્યું,

“મારો પ્રેમ…મારું જીવન…હું તને પ્રેમ કરું છું, મારી આરાધ્યા.” અભિષેક અને ઐશ્વર્યાએ 20 એપ્રિલ, 2007ના રોજ અમિતાભ બચ્ચનના બંગલા- પ્રતિક્ષામાં લગ્ન કર્યાં. તેઓએ 16 નવેમ્બર 2011ના રોજ તેમની પુત્રી આરાધ્યાનું સ્વાગત કર્યું.

Shah Jina