ઓહ બાપ રે, આ હેન્ડસમ છોકરો ઉર્ફી જાવેદ પ્રેમમાં પડ્યો, ઉર્ફીએ કહ્યુ- તારી માતાને પણ મનાવી લઇશ…

ઉર્ફી જાવેદ આ દિવસોમાં MTVના સ્પિલટ્સવિલા X4માં નજર આવી રહી છે. આ ડેટિંગ રિયાલિટી શોમાં ઉર્ફઈ જાવેદનું કનેક્શન પણ એક ખાસ વ્યક્તિ સાથે બની ગયુ છે. આ ખાસ વ્યક્તિનું નામ કશિશ ઠાકુર છે. ઉર્ફીએ શોમાં કહ્યું હતું કે તે કોઈ સુંદર અને ચોકલેટી બોયની શોધમાં છે. કશિશ આ કેટેગરીમાં બરાબર ફિટ બેસે છે. કશિશ ઠાકુર રોડીઝ એક્સ્ટ્રીમના વિજેતા રહ્યા છે. તે Splitsvilla X4 પર ઉર્ફી સાથે રોમેન્ટિક ક્ષણ શેર કરતો જોવા મળ્યો હતો.

ઉર્ફી પણ કશિશને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે. કશિશ સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરતાં ઉર્ફીએ કહ્યું, ‘મેં હા કહી દીધું, હવે તારો વારો છે. હું આવીને તારી માતાને પણ મનાવીશ. હું જાણું છું કે હું ખૂબ જ ખુલ્લા મનની અને વિવાદાસ્પદ વ્યક્તિ છું, પરંતુ વાસ્તવિક ઉર્ફી વિશે કોઈ જાણતું નથી. સ્પ્લિટ્સવિલા X4માં કશિશ ઠાકુર સાથે રોમાન્સ કરવા ઉપરાંત તે લડાઈમાં પણ વ્યસ્ત છે. તે કો-કંટેસ્ટેંટ સાક્ષી દ્વિવેદી સાથે તેની લડાઈ થઈ હતી, જેની ખૂબ ચર્ચા થઈ હતી.

સાક્ષી સાથેની લડાઈ દરમિયાન ઉર્ફીએ કહ્યું હતું – હું જાણું છું કે તમે સાક્ષી દ્વિવેદી છો. તમારા 10 લાખ ફોલોઅર્સ છે અને પોસ્ટ પર 7000 લાઈક્સ આવે છે. જાઓ અને ચહેરો જુઓ. ઉલ્લેખનીય છે કે, ઉર્ફી જાવેદ તેના આકર્ષક અને અજીબો ગરીબ કપડાં માટે જાણીતી છે. ઉર્ફી સોશિયલ મીડિયા પર લગભગ દરરોજ નવા નવા લુકમાં જોવા મળે છે. તે મુંબઈના રસ્તાઓ અને એરપોર્ટ પર પણ ફરતી જોવા મળે છે. તેનો વિવાદાસ્પદ લુક અવારનવાર હેડલાઇન્સ બનાવે છે.

આ સિવાય તેને તેના કપડાને લઈને પણ ધમકીઓનો સામનો કરવો પડે છે. તાજેતરમાં હિન્દુસ્તાની ભાઉએ એક વીડિયો જાહેર કર્યો હતો, જેમાં તે ઉર્ફીને કહી રહ્યા હતા કે તમે આ કપડાં પહેરીને બહાર ફરો છો, તેની ખૂબ જ ખોટી અસર થાય છે. તમે આ બધું બંધ કરો નહિતર હું તમારો ઈલાજ કરીશ. ઉર્ફીએ પોતે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેણે હિન્દુસ્તાની ભાઉને ‘ડબલ ફેસડ’ ગણાવ્યા અને એમ પણ કહ્યું કે તે કોઈથી ડરતી નથી, તેના મનમાં જે આવશે તે પહેરશે.

Shah Jina