51 વર્ષની ઉંમરે પિતા બનવાના છે આ દિગ્ગ્જ નેતા, સીમંત સેરેમનીમાં દુલ્હનની જેમ તૈયાર થઇ પત્ની

ત્રીજીવાર પિતા બનવા જઇ રહ્યા છે મનોજ તિવારી, લખ્યુ- ખુશીઓને શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતો

ભોજપુરી સિંગર-એક્ટર અને બીજેપી નેતા મનોજ તિવારી ભલે આ દિવસોમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું દામન છોડી રાજનૈતિક ગલિયારાઓમાં બાગડોર સંભાળી રહ્યા છે, પરંતુ તે બાદ પણ તેઓ લાઇમલાઇટમાં રહેવાનું છોડતા નથી. મનોજ તિવારી તેમના કામની સાથે સાથે તેમના અંગત જીવનને લઈને પણ ખૂબ ચર્ચામાં છે.

જણાવી દઈએ કે મનોજ તિવારીએ 1999માં રાની તિવારી સાથે લગ્ન કર્યા હતા અને આ લગ્નથી તેમને રિતિ તિવારી નામની પુત્રી છે. 2012માં ડિવોર્સ પછી તેમણે સુરભી તિવારી સાથે લગ્ન કર્યા અને આ લગ્નથી પણ તેમને એક પુત્રી છે. બે પુત્રીઓ પછી હવે મનોજ તિવારીના ઘરે ફરી એકવાર કિલકારીઓ ગુંજવાની છે. અભિનેતાએ પત્નીના બેબી શાવરનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને ખુશખબરી આપી છે.

વીડિયો સાથે તેમણે કેપ્શન લખ્યુ છે- ‘કેટલીક ખુશીઓ જેને આપણે શબ્દોમાં વર્ણવી શકતા નથી.. તેને માત્ર અનુભવી શકાય છે..’ મનોજ તિવારીની પત્ની સુરભી તિવારીએ તેના બેબી શાવર સેરેમની માટે લાલ રંગનો લહેંગો પહેર્યો હતો, જે એક પ્રકારનો થ્રી પીસ આઉટફિટ હતો. આ આઉટફિટને ખૂબ જ સરળ-હળવો લુક આપવામાં આવ્યો હતો.

સુરભી તિવારીએ પોતાના માટે જે આઉટફિટ પસંદ કર્યો હતો તેમાં સફેદ રંગના ફુલની પેટર્ન હતી. એકંદરે આઉટફિટને મોનોટોન લુક આપવામાં આવ્યો હતો. આ આઉટફિટ સાથે તેણે ગલામાં ચોકર પહેર્યુ હતુ. મિસિસ તિવારીએ સિલ્વર થ્રેડ વર્કવાળા આ આઉટફિટ સાથે સ્ટડેડ જ્વેલરી પહેરી હતી અને વાળને કર્લ્સમાં સ્ટાઈલ કર્યા હતા.

બીજી તરફ મનોજ તિવારીની વાત કરીએ તો તેમણે પેસ્ટલ પિંક કલરનો કુર્તા સેટ પહેર્યો હતો, જેમાં બીન કલરનું જેકેટ હતું. આ સાથે અભિનેતાએ જોધપુરી જૂતા પહેર્યા હતા, જેણે તેના દેખાવને વધુ સ્માર્ટ બનાવવામાં કોઈ કસર છોડી ન હતી. આટલું જ નહીં સમગ્ર કાર્યક્રમ દરમિયાન મનોજ તિવારી પોતાની પત્ની સાથે ઉભા જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Manoj Tiwari (@manojtiwari.mp)

Shah Jina