આખરે અરબાઝ ખાને તેના અને વિદેશી ગર્લફ્રેન્ડના ઉંમરના ગેપ પર તોડી ચુપ્પી, જાણો શું કહ્યુ

મલાઈકાને છોડ્યા પછી આ ખાન 21 વર્ષ નાની રૂપસુંદરી કરી ચક્કર કરી રહ્યો છે, ઉંમરમાં મોટા અંતર પર બોલ્યો – ક્યારેય…

અરબાઝ ખાન જોર્જિયા એન્ડ્રિયાની સાથેના તેના રિલેશનને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. અરબાઝે હાલમાં જ તેની ગર્લફ્રેન્ડ જોર્જિયા સાથેના તેના સંબંધ અને તેમના વચ્ચેના એજ ગેપને લઇને વાત કરી. 55 વર્ષિય અરબાઝ અને 33 વર્ષિય જોર્જિયા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. જલ્દી જ અરબાઝ ખાનની નવી વેબ સીરીઝ તનાવ રીલિઝ થઇ રહી છે.એવામાં તેણે સિદ્ધાર્થ કાનન સાથેના એક ઇન્ટરવ્યુમાં પોતાની નવી વેબ સીરીઝની સાથે જોર્જિયા સાથેના રિલેશન પર પણ ખુલીને વાત કરી.

અરબાઝ જોર્જિયા સાથેના સંબંધ પર કહે છે, અમારા બંને વચ્ચે ઉંમરનું અંતર મોટુ છે પણ અમારા બંનેમાંથી કોઇએ આ મહેસૂસ નથી કર્યુ. હું ક્યારેક ક્યારેક પૂછુ છુ સાચે ? આ એક નાનુ અને શોર્ટ ટર્મ અફેર હોઇ શકતુ હતુ, પરંતુ જ્યારે તમે એક સંબંધમાં આવો છો, તો તમે વધારે આગળ નથી જોતા, પરંતુ જેટલા વધારે તમે તેમાં રહો છો. આવા અનેક સવાલ પણ છે, જેનો જવાબ આપવાની જરૂરત છે.

મને લાગે છે કે અમે જીવનના એવા ચરણમાં છીએ અને વિચારી રહ્યા છે કે અમે કેવી રીતે આને આગળ લઇ જઇએ. અત્યારે મારા માટે વાત કરવી ઉતાવળ હશે. અરબાઝે આગળ કહ્યુ કે, જોર્જિયા એક વંડરફુલ છોકરી છે અને અમે સારા મિત્ર છીએ. તે ઉત્સાહ અને ઉર્જાથી ભરપુર છે, જે તમે જાણો છો. ક્યારેક ક્યારેક હું પણ તેના પાસેથી એનર્જી લઉ છું. લોકો પર અકબીજાની એનર્જીનો પ્રભાવ પડે છે, પરંતુ આ એ વાત પર નિર્ભર કરે છે કે

તમારા જીવનમાં કોણ કયારે આવે છે. ઉલ્લેખનીય છે કે, અરબાઝ ખાનના પહેલા લગ્ન મલાઇકા અરોરા સાથે થયા હતા. વર્ષ 1998માં લગ્ન કરનાર આ કપલ વર્ષ 2017માં અલગ થઇ ગયુ હતુ. અરબાઝ અને મલાઇકા અરહાન ખાનના માતા-પિતા છે. હાલમાં જ અરહાને તેનો 20મો જન્મદિવસ મનાવ્યો હતો. છૂટાછેડા બાદ જ્યાં અરબાઝ ખાન જોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યો છે, ત્યાં મલાઇકા અરોરા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે.

Shah Jina