નાના રાજકુમાર વાયુ સાથે છુટ્ટી મનાવવા નીકળી સોનમ કપૂર, વીડિયો શેર કરી બતાવી વાયુની ઝલક

સોનમ કપૂરે બતાવી વાયુની પહેલીવાર ઝલક, નાના રાજકુમારની ક્યુટનેસ જોઇ પિઘળ્યુ ચાહકોનું દિલ

બોલિવુડ અભિનેત્રી સોનમ કપૂર થોડા સમય પહેલા જ માતા બની છે અને આ દિવસોમાં તે મધરહુડ એન્જોય કરી રહી છે. 20 ઓગસ્ટના રોજ તેણે અને આનંદ આહુજાએ વાયુ કપૂર આહુજાનું આ દુનિયામાં સ્વાગત કર્યુ હતુ. સોનમ તેના લાડલા સાથે કેટલીક તસવીરો શેર કરતી રહે છે. જો કે, હજુ સુધી તેણે તેના દીકરાનો ચહેરો જાહેર કર્યો નથી. ત્યારે સોનમ તેના ત્રણ મહિનાના દીકરાને લઇને છુટ્ટી મનાવવા નીકળી છે, જેનો તેણે વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

આ દિવસોમાં સોનમ કપૂર પુત્ર વાયુ અને પતિ આનંદ આહુજા સાથે વેકેશન પર છે. ત્યારે અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો દ્વારા ચાહકોને વેકેશનની ઝલક બતાવી છે. વીડિયોમાં આનંદ આહુજા કાર ચલાવતો જોવા મળી રહ્યો છે, જ્યારે સોનમ તેની બાજુની સીટ પર બેઠેલી જોવા મળી રહી છે. કારમાં પાછળના વાયુ પણ છે. આગળની ક્લિપમાં આનંદ બાળકને પકડેલો જોવા મળે છે. નાના અનિલ કપૂર પણ નાતિ સાથે સમય પસાર કરતા જોવા મળે છે.

સોનમ વાયુને તેના ખોળામાં ગળે લગાવીને પ્રેમ વ્યક્ત કરતી પણ વીડિયોમાં જોવા મળે છે. જો કે, વીડિયોમાં વાયુનો ચહેરો દેખાતો નથી, પરંતુ તેની એક ઝલક ચોક્કસ જોવા મળી રહી છે. આનંદ અને સોનમ વાયુને કિસ કરતા પણ વીડિયોમાં જોવા મળી રહ્યા છે. સોનમે આ યાદગાર વીડિયોમાં આનંદ આહુજા, અનિલ કપૂર અને સુનીતા કપૂરને ટેગ કર્યા છે. સોનમે ‘સ્વીટ નથિંગ્સ’ કેપ્શન સાથે વીડિયો શેર કર્યો છે.

સોનમે શેર કરેલા આ વીડિયો પર કમેન્ટ કરતાં આનંદ આહુજાએ લખ્યું કે, ‘હું મારી દુનિયા સાથે દુનિયામાં ફરું છું.’ આ સાથે જ ઘણા બોલિવૂડ સ્ટાર્સ પણ આ વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે. અભિનેત્રી ભૂમિ પેડનેકર તેમજ આથિયા શેટ્ટીએ વિડિયો પર હાર્ટ ઇમોજી કમેન્ટ બોક્સમાં શેર કર્યુ હતું. સોનમ કપૂરે હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પુત્ર વાયુની નર્સરીની તસવીરો શેર કરી હતી.

વાયુની આલીશાન નર્સરી જોઈને ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ નર્સરીની ડિઝાઈનથી લઈને ફર્નીચર, વોલપેપર સહિતની દરેક વસ્તુ અદ્ભુત હતી. જણાવી દઈએ કે આનંદ અને સોનમના લગ્ન 2018માં થયા હતા, 4 વર્ષ બાદ બંને પેરેન્ટ્સ બન્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sonam Kapoor Ahuja (@sonamkapoor)

Shah Jina