સગાઈ બાદ આયરા ખાને મંગેતર નૂપુર સાથે કર્યું લિપલોક અને પછી કરવા લાગી ડાન્સ, વીડિયો થયો વાયરલ
હાલ આમિર ખાનની લાડલી આયરા ખાનની સગાઈની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. દીકરીની સગાઈમાં આમિર ખાને પણ ખુબ જ શાનદાર ડાન્સ કર્યો હતો જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો. જેના બાદ તેમની સગાઈની ઘણી તસવીરોએ પણ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી હતી, ત્યારે હવે સગાઈ બાદ આયરા અને નૂપુરનો એક ડાન્સ વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ આમિર ખાનના પરિવારજનો કેટલાક સ્નેહીઓ અને મિત્રોની હાજરીમાં આયરા ખાન અને નૂપુર શિખરેની સગાઈ કરવામાં આવી હતી. નૂપુર અને આયરા ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે, જેના બાદ તેમને હવે સગાઈ પણ કરી લીધી છે. ત્યારે આ સગાઈને લઈને આ કપલ હવે ખુબ જ ચર્ચામાં છે.
ત્યારે હાલ આયરાએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર તેની સગાઈનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં આમિર ખાનની દીકરી આયર ખાન લાલ ગાઉનમાં ખુબ જ સુંદર લાગી રહી છે જ્યારે તેનો મંગેતર નુપુર શિખરે બ્લેક ટક્સીડો સૂટમાં હેન્ડસમ લાગી રહ્યો છે. વીડિયોમાં ઈરા-નુપુર પહેલા એકબીજાની એન્ગેજમેન્ટ રિંગ્સ પહેરાવે છે અને પછી ખુશીથી ડાન્સ કરવા લાગે છે.
View this post on Instagram
બંનેના ચહેરા પરની ખુશી જોઈને સ્પષ્ટ થાય છે કે તેઓ આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આયરા ખાન અને નુપુર થોડા વર્ષોથી રિલેશનશિપમાં હતા અને સોશિયલ મીડિયા પર એકબીજા સાથે તેમની તસવીરો અને વીડિયો શેર કરતા રહે છે. આ સગાઈની પાર્ટીમાં આમિર ખાન, રીના દત્તા, કિરણ રાવ, આઝાદ રાવ ખાન, ઈમરાન ખાન, મન્સૂર ખાન અને આયરાની દાદી ઝીનત હુસૈન પહોંચ્યા હતા.