આ મહિલાને શ્વાનની જેમ રહેવાનું છે પસંદ, ડોગ સ્ટાઈલમાં જ ખાવાનું અને ગળામાં પટ્ટો બાંધીને ફરવાનું, બોયફ્રેન્ડ સાથે પણ ડેટ પર ડૉગીની જેમ જાય છે, જુઓ વીડિયો

આ 21 વર્ષની છોકરી પોતાની જિંદગી અજીબો ગરીબ રીતે જીવે છે, નાનપણથી જ ડોગ જેવો બનવાનો છે શોખ, આજે પણ ગળામાં પટ્ટો બાંધીને ઘરની બહાર નીકળે છે ફરવા, જુઓ

દુનિયાભરમાં ઘણા બધા એવા લોકો હોય છે જેમને વિચિત્ર શોખ થતા હોય છે. ઘણા લોકોને પોતાનું જીવન બીજા કરતા કંઈક અલગ રીતે જીવવાનું ગમતું હોય છે અને તેના કારણે જ તે ચર્ચામાં પણ આવી જતા હોય છે. હાલ એક યુવતીની કહાની સામે આવી છે, જેમાં તેને એક પાલતુ શ્વાનની જેમ જિંદગી જીવવી પસંદ છે, સાથે જ તેની પ્રેમ કહાની પણ ખુબ જ રોચક છે.

 

View this post on Instagram

 

A post shared by PuppyGirlJenna (@puppygirljen)

પાલતુ શ્વાનની જેમ જીવતી આ યુવતીનું નામ છે જેના. જેની ઉંમર ફક્ત 21 વર્ષની છે અને તે તેના બોયફ્રેન્ડ લોરેંજો સાથે અમેરિકાના ઓસ્ટીનમાં રહે છે. જેના તેના આ રીતે રહેવાને “પપ્પી લે” કહે છે. આ કપલે પોતાની યુટ્યુબ ચેનલ “Love Don’t Judge” પર પોતાના વીડિયો પણ અપલોડ કર્યા છે, જેમાં તેનો આ અનોખો અંદાજ જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by PuppyGirlJenna (@puppygirljen)

જેનાને પાલતુ શ્વાનની જેમ જ રહેવાનું પસંદ છે. તે પાલતુ શ્વાનની જેમ ગળામાં પટ્ટો બાંધેલો રાખે છે અને શ્વાનને સુવાની જગ્યામાં જ સુઈ જાય છે. આ ઉપરાંત તે બાઉલમાં જ ખાવાનું ખાય છે. તેનો બોયફ્રેન્ડ પણ તેની સાથે ડોગ ઓનરની જેમ જ વ્યવહાર કરે છે. તેમની લવ સ્ટોરી પણ સોશિયલ મીડિયામાં ખુબ જ ચર્ચામાં છે.

 

View this post on Instagram

 

A post shared by PuppyGirlJenna (@puppygirljen)

તેના વીડિયોમાં તે જણાવે છે કે તે ડોગની જેમ જ ચાલે છે અને બાઉલમાં પાણી પીવે છે, જમીનમાંથી માટી પણ ખોળે છે. એક શ્વાનની જેમ જ નદીમાં છલાંગ પણ લગાવે છે. ક્યારેક ક્યારેક તો તે બુટ ચપ્પલ પણ ફાડી નાખે છે. જેનાને જયારે ફરવાનું મન થાય છે ત્યારે તે પટ્ટો જાતે જ લઈને આવે છે અને તેનો બોયફ્રેન્ડ લોરેજો તેને ફરવા માટે બહાર લઇ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by PuppyGirlJenna (@puppygirljen)

જેના આવું શા કારણે કરે છે તેની પાછળની કહાની પણ તેણે પોતાના વીડિયોમાં જણાવી છે. તેણે કહ્યું કે તેન બાળપણથી જ શ્વાનનો અભિનય કરવાનું પસંદ છે. બાળપણમાં પણ તે શ્વાન જેવા દેખાતા જ કપડાં પહેરતી હતી. હવે તે પટ્ટા વગર બહાર પણ નથી નીકળતી. જયારે તે પટ્ટો પહેરીને બહાર નીકળે છે ત્યારે પોતાની જાતને વધારે સુરક્ષિત માને છે.

 

View this post on Instagram

 

A post shared by PuppyGirlJenna (@puppygirljen)

સોશિયલ મીડિયા પર ઘણા લોકોને કપલની આ સ્ટાઈલ ખૂબ જ પસંદ છે, તેમની મજબૂત ફેન ફોલોઈંગ છે. સાથે જ તેના વર્તનને કારણે ઘણા લોકો તેને નાપસંદ પણ કરે છે. લોકો આ બંનેને ઘણી વખત ટ્રોલ પણ કરી ચૂક્યા છે. ઘણા વીડિયોમાં લોકોએ જેનાને ‘પાગલ’ પણ કહી દીધી છે. છતાં પણ જેનાનું કહેવું છે કે તે આગળ પણ આજ રીતે જીવવાનું પસંદ કરશે.

Niraj Patel