પોતાના જન્મ દિવસે કિંજલ દવેએ ગાય માટે માટે કર્યું દિલ જીતી લેનારું કામ, જાણીને તમે પણ કહેશો, આ છે ગુજરાતનું ગૌરવ, જુઓ
ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે કોઈ ઓળખાણની આજે મોહતાજ નથી. નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી તેના ગીતો પર મન મૂકીને ઝુમતા હોય છે અને તેના કાર્યક્રમોમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે, ત્યારે ગઈકાલે કિંજલ દવેનો જન્મ દિવસ હતો અને ત્યારે તેના ચાહકોને તેને ઢગલાબંધ શુભકામનાઓ પાઠવી હતી.
કિંજલ દવેના ચાહકો દુનિયાભરમાં ફેલાયેલા છે, તેને એકલા ઇન્સ્ટાગ્રામ પર જ 27 લાખ કરતા વધુ લોકો ફોલો કરે છે, કિંજલ પણ તેના સોશિયલ મીડિયામાં સતત સક્રિય રહે છે એન તેની તસવીરો તેમજ વીડિયો પણ શેર કરતી રહે છે, ત્યારે ચાહકોએ કિંજલ દવેને જન્મ દિવસની શુભકામનાઓ આપવા માટે પોતાની સ્ટોરીમાં તેની તસવીરો શેર કરી અને મેંશન કરી હતી.
કિંજલ દવેએ પણ ઘણા બધા ચાહકોની સ્ટોરીને રી શેર પણ કરી રહી છે અને સૌનો આભાર પણ માની રહી રહી છે. ત્યારે ઘણા બધા ચાહકો એ જાણવા માટે પણ આતુર છે કે કિંજલ દવેએ પોતાના જન્મ દિવસને ખાસ બનાવવા માટે શું કામ કર્યું હતું. તો તમને જણાવી દઈએ કે કિંજલ દવેએ પોતાના જન્મ દિવસે દિલ જીતી લેનારું કામ કર્યું હતું.
આ વર્ષે કિંજલ દવેએ સંકુલના બાળકોને ભોજન કરાવ્યું હતું. જેનો વીડિયો પણ મહીપત સિંહે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કર્યો છે. જેમાં તે જણાવી રહ્યા છે કે કિંજલબેને સંકુલના બાળકો માટે શાનદાર જમવાની વ્યવસ્થા કરી હતી. સાથે જ બધા બાળકોએ પણ કિંજલ દવેને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી હતી.
આ ઉપરાંત પણ કિંજલ દવેએ એક અનોખું કામ કર્યું છે જેના કારણે તેની વાહ વાહ પણ થઇ રહી છે. કિંજલે હરિઓમ ગૌ શાળા અનાવાડા પાટણમાં 24માં જન્મ દિવસે 24 ગાયોને 1 વર્ષ માટે દત્તક લીધી છે અને તેના નિભાવ ખર્ચ માટે કિંજલ દવેએ 1,71,000/- રૂપિયાનું પણ દાન આપ્યું છે.કિંજલના આ કાર્યના લોકો ખુબ જ વખાણ પણ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે કિંજલ દવે તેની ગાયકી અને અંગત જીવન ઉપરાંત તેના સેવાકીય કામો માટે પણ ખુબ જ જાણીતી છે. તે તેના પિતા લલિત દવે સાથે મળીને ઘણા બધા સેવાના કાર્યો કરે છે. કોરોના સમયમાં પણ કિંજલ દવેએ ગરીબ લોકોને રાશન કીટનું વિતરણ કરીને અનેરી માનવતા મહેકાવી હતી.