ખબર

આ વીડિયોને જોઈને ભાવુક થઇ ગયા અબજોપતિ બિઝનેસમેન આનંદ મહિંદ્રા, લોકો બોલ્યા- ”રોવડાવી દીધા સર તમે…” જુઓ વિડીયો

જાણીતા બિઝનેસમેન આનંદ મહિંદ્રા ટ્વીટર પર ખુબ જ એક્ટિવ રહેનારા વ્યક્તિ છે. તેના ટ્વીટ્સને ખુબ પસંદ કરવામાં આવે છે. એવામાં આ વખતે આનંદજીએ એક વિડીયો પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો છે, જેને જોઈને તે ખુબ જ ભાવુક થઇ ગયા હતા.

Image Source

આનંદજીએ એક રશિયન નાની બાળકીનો વિડીયો શેર કર્યો છે. જેના જન્મથી જ બંન્ને હાથ ન હતા. તે કોઈની મદદ વગર જ પોતાના પગ વડે જમી રહી છે. આનંદજીએ કહ્યું કે વીડિયોમાં રહેલી આ બાળકી તેને પોતાના પૌત્રની યાદ અપાવે છે.

Image Source

વીડિયોમાં જોઈ શકાય છે કે બે વર્ષની બાળકી વૈસિલીનાએ પોતાના પગ વડે ચમચી પકડી રાખી છે અને તેના દ્વારા તે જમી રહી છે. વીડિયોને જોયા પછી આનંદજી પોતાના આંસુને રોકી શક્યા ન હતા.

આનંદજીએ વિડીયો શેર કરતા લખ્યું કે,”તાજેતરમાં જ મેં મારા પૌત્રને જોયો, જેના પછી મેં આ વીડિયોને જોયો તો હું મારા આંસુને રોકી શક્યો ન હતો. જીવનમાં જે પણ ખામીઓ અને ચુનૌતીઓ છે તે એક ઉપહાર છે. તેનો વધુમાં વહુ લાભ ઉઠાવવો આપણા પર નિર્ભર કરે છે. આવા પ્રકારની તસ્વીરો મારામાં આશાવાદને બનાવી રાખવા મદદ કરે છે”.

Image Source

સોશિયલ મીડિયા પર આનંદજી દ્વારા પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોને 51,000 થી પણ વધારે લાઇક્સ મળી ચુકી છે અને 10,000 થી પણ વધારે આ બાળકીના વખાણ કરવાની સાથે રીટ્વીટ કરવામાં આવી ચૂક્યું છે. કમેન્ટમાં આ બાળકીને લોકોએ આશીર્વાદ પણ આપ્યા છે.

એવામાં એક યુઝરે લખ્યું કે,”માંરી આંખો ભાવુક થઇ ગઈ, પણ સાથે જ આ તથ્ય પર ગર્વ થયો કે આ બાળકી આત્મ નિર્ભર છે, તેના પર આશીર્વાદ બનેલો રહે. બાળકીના આવા જુસ્સાને સલામ કરતા એક યુઝરે લખ્યું કે,”ભગવાન કોઈના પ્રતિ પક્ષપાતી નથી, જો તે કંઈક લઇ લે છે તો બદલામાં કંઈક આપે પણ છે”.

Image Source

બાળકીને જન્મ પછીથી જ છોડી દેવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર બાળકીને એકતરિનબર્ગ અનાથઆશ્રમમાંથી દત્તક લેવામાં આવી હતી, જ્યારે તે માત્ર 12 મહિનાની હતી. બાળકીને નૉટજેન પરિવાર દ્વારા દત્તક લેવામાં આવી હતી.

 

View this post on Instagram

 

As I take the wheel, Hiten Ghelani, CEO of Mahindra Odyssea stands behind to ensure I don’t do any damage…

A post shared by Anand Mahindra (@anandmahindra) on

જણાવી દઈએ કે આનંદ ,મહિંદ્રા મોટાભાગે ઇન્ટરનેટ પર પ્રેરણાત્મક, કે અન્ય રમુજી વિડીયો કે તસ્વીરો શેર કરતા રહે છે અને પોતાના પ્રતિભાવ અને વિચારો પણ લોકોની સાથે શેર કરે છે. અમુક દિવસો પહેલા જ તેમણે એક હોલીવુડ ડ્રમરનો વિડીયો શેર કર્યો હતો, જે પુણેમાં ગણેશ વિસર્જનના દરમિયાન ડ્રમ(ઢોલ) વગાડી રહ્યો હતો.

જુઓ વિડીયો…

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.