એક જ ખાડાની અંદર ભેગા થઇ ગયા નોળિયો અને કિંગ કોબ્રા, પછી બંને વચ્ચે થઇ એવી લડાઈ કે, વીડિયો જોનારાના હોશ ઉડી ગયા

સાપ અને નોળિયાની લડાઈના ઘણા વીડિયો જોયા હશે પરંતુ આવો વીડિયો નહિ જોયો હોય, જુઓ એક જ ખાડામાં ભેગા થઇ ગયા સાપ અને નોળિયો, પછી કોની થઇ જીત ?

Snake And Mongoose Shocking Fight : સોશિયલ મીડિયામાં સાપ અને નોળિયાની લડાઈના ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. જેને જોવા પણ લોકોને ખુબ જ પસંદ આવતા હોય છે, સાપ અને નોળિયાની લડાઈમાં મોટાભાગે નોળિયો જ જીતતો હોય છે. ત્યારે હાલ સાપ અને નોળીયાની લડાઈનો એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

સાપ અને નોળીયાને એકબીજાના જાની દુશ્મન માનવામાં આવે છે, પરંતુ આ વીડિયોમાં તમે જોશો કે કોબ્રા અને નોળીયો બંને એક જ ખાડામાં હાજર છે. બંને એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યા છે. નોળીયા અને સાપ વચ્ચે છત્રીસનો આંકડો ચોક્કસપણે છે, પરંતુ ખાડામાં ઘૂસીને કોબ્રા સાથે લડવું એ નાની વાત નથી.

વિડિયોમાં નોળીયો કોબ્રા પર કાબૂ મેળવતો જોવા મળે છે. એટલા માટે સોશિયલ મીડિયા પર આ જોઈને લોકો વધુ ચોંકી રહ્યા છે. વીડિયોના અંતમાં તમે જોશો કે નોળીયાએ કોબ્રાનું મોં તેના પગથી દબાવ્યું છે. આ વીડિયો Xના હેન્ડલ @TheBrutalNature પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં 10 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે.

આ વીડિયો પર સેંકડો યુઝર્સે કોમેન્ટ પણ કરી છે. ઘણા લોકો એ જોઈને આશ્ચર્યચકિત થાય છે કે એક નોળીયો પણ આ રીતે કોબ્રા સામે લડી શકે છે. એક યુઝરે લખ્યું છે- નોળીયો કોબ્રાના ડંખને સહન કરી શકશે નહીં. અન્ય યુઝરે લખ્યું છે કે આ કેવી રીતે શક્ય છે? નોળીયો પણ લડી શકતો નથી. ત્રીજા યૂઝરે લખ્યું છે કે નોળિયો જીતી ગયો હોય તે શક્ય નથી. હું જાણવા માંગુ છું કે તે ક્યાં સમાપ્ત થયું.

Previous Article

રામ રાખે એને કોણ ચાખે ? સ્કૂટર પર જઈ રહેલા વ્યક્તિને આખલાએ મારી ટક્કર, સામેથી આવતી ટ્રકમાં માથું છૂંદાઇ જવાનું હતું અને...

Next Article

IPLમાં મેચ જોવા માટે પહોંચ્યા ધોનીના સૌથી ઉંમરવાળા ફેન, મેદાનમાં લહેરાવ્યો CSKનો તિરંગો, જુસ્સો જોઈને લોકો પણ કરવા લાગ્યા સલામ, જુઓ વીડિયો

error: Protected Content!