રામ રાખે એને કોણ ચાખે ? સ્કૂટર પર જઈ રહેલા વ્યક્તિને આખલાએ મારી ટક્કર, સામેથી આવતી ટ્રકમાં માથું છૂંદાઇ જવાનું હતું અને…

સ્કૂટર પર જઈ રહેલા વ્યક્તિને થયો એવો ભયંકર અકસ્માત કે એકવાર નહિ બે વાર બચ્યો જીવ, જોઈને લોકો બોલ્યા “યમરાજ રજા પર હશે !”, જુઓ વીડિયો

Miraculous rescue in an accident : સોશિયલ  મીડિયામાં રોજ અકસ્માતના ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. જેમાં ઘણા વીડિયો જોઈને આપણા રૂંવાડા પણ ઉભા થઇ જાય. તો ઘણા વીડિયોની અંદર કેટલાક લોકોનો આબાદ બચાવ થતા પણ આપણે જોઈએ  છીએ ત્યારે મનમાં એક જ વાત આવે કે રામ રાખે તેને કોણ ચાખે. હાલ પણ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ અકસ્માતમાં મોતના મુખમાંથી  બહાર આવતો જોવા મળી  રહ્યો છે.

બેંગલુરુમાં એક રોડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિને મોતના મુખમાંથી બહાર આવતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોયા બાદ લોકો સોશિયલ મીડિયા પર આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. એનડીટીવીના રિપોર્ટ અનુસાર, આ વીડિયો મહાલક્ષ્મીપુરમ લેઆઉટનો જણાવવામાં આવી રહ્યો છે.

સીસીટીવી ફૂટેજ મુજબ એક મહિલા સાંકડા રસ્તા પર દોરડાથી બાંધેલા એક મોટા આખલાને લઈને જઈ રહી હતી. તે જ સમયે રસ્તામાં એક સ્કૂટર પસાર થાય છે. જેમ જેમ સ્કૂટર નજીક આવે છે. આખલો તેના વિશાળ શિંગડા વડે સ્કૂટર ચાલકને નીચે પછાડે છે. તે જ સમયે એક ટ્રક ત્યાંથી પસાર થઈ રહી છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, પડયા બાદ સ્કૂટર પર સવાર વ્યક્તિનું માથું ટ્રકના ટાયરમાં આવી જતું. પરંતુ ટ્રક ચાલક તરત જ બ્રેક લગાવી દે છે.

આ ભયાનક દ્રશ્ય જોઈને ત્યાંના લોકો ચોંકી જાય છે અને પડી ગયેલા સ્કૂટર સવારને ઉપાડવા દોડે છે. કોઈ સ્કૂટર સવારની હાલત પૂછે છે તો કોઈ તેનું સ્કૂટર ઉપાડે છે. સ્કૂટર સવાર તેની સાથે બનેલી આ ઘટનાથી ચોંકી જાય છે. વીડિયોમાં જોવા મળે છે કે સ્કૂટર સવાર તે ભયાનક દ્રશ્યની કલ્પના કરી રહ્યો છે અને  આમ તેમ જોઈ રહ્યો છે. કદાચ તેને વિશ્વાસ જ નહોતો થયો કે તે જીવતો છે.

Niraj Patel