IPLમાં મેચ જોવા માટે પહોંચ્યા ધોનીના સૌથી ઉંમરવાળા ફેન, મેદાનમાં લહેરાવ્યો CSKનો તિરંગો, જુસ્સો જોઈને લોકો પણ કરવા લાગ્યા સલામ, જુઓ વીડિયો

ધોની પ્રત્યેનો પ્રેમ તો જુઓ ! 82 વર્ષની વૃદ્ધ મહિલા હાથમાં ધોનીના નામનું બેનર લઈને CSKને સપોર્ટ કરવા મેદાન પર પહોંચી, વીડિયોએ જીત્યા દિલ, જુઓ

Dhoni Eldest Fan Watch Csk Live Match : હાલ IPlનો માહોલ દેશભરમાં ચાલી રહ્યો છે અને દરેક વ્યક્તિ સાંજ થતા જ ટીવી સામે મેચ જોવા માટે ગોઠવાઈ જાય છે. ત્યારે દરેક વ્યક્તિ પોતાની ગમતી ટીમને સપોર્ટ કરવા મેદાન સુધી પણ જાય છે. પરંતુ મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નાઇ સુપરકિંગ્સનું ફેન બેઝ જ કંઈક અલગ છે. CSKની મેચ જ્યાં પણ હોય તો પીળી જર્સી પહેરીને મોટી સંખ્યામાં ચાહકો આવી પહોંચતા હોય છે, પરંતુ હાલ એક વીડિયોમાં ધોનીના સૌથી ઉંમર વાળા એક ચાહક મેચ જોવા આવ્યા, જેની લોકો પ્રસંશા કરી રહ્યા છે.

આ 82 વર્ષની મહિલા હાલમાં જ IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સની મેચ જોવા આવી હતી. તેનો વીડિયો મહિલાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરવામાં આવ્યો હતો, જેમાં મહિલાએ ધોની માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. નેટીઝન્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેઓ ધોની માટે વૃદ્ધ મહિલાના જુસ્સાને પ્રેમ કરી રહ્યા છે. વીડિયોમાં મહિલા ચેન્નાઈ સુપર કિંગ્સની લાઈવ મેચ જોવા સ્ટેડિયમમાં પ્રવેશતી દેખાઈ રહી છે. તે ધોની માટે ચીયર પણ કરે છે. તે હાથમાં બેનર પકડેલી જોવા મળી રહી છે, જેના પર લખેલું છે કે, હું અહીં માત્ર ધોની માટે આવી છું.

આ વિડિયો જેટલો ખાસ છે, મહિલાએ તેને એટલું જ સુંદર કેપ્શન આપ્યું છે. તેણે લખ્યું, “પ્રિય માહી, આ 82 વર્ષીય વ્યક્તિ, વર્ષોથી તમારી પ્રશંસક અને તમારી સૌથી મોટી ચીયરલીડર. હું મારા 40 ના દાયકાના મધ્યમાં એક કામ કરતી અને વ્યસ્ત સ્ત્રી હતી જે ઘરની સંભાળ રાખવામાં અને બાળકોને સંભાળવાથી સંપૂર્ણપણે થાકી ગઈ હતી. પરંતુ મારી જાતને ખુશ રાખવાનો મારો સૌથી મોટો રસ્તો સચિન તેંડુલકરને મેદાન પર રમતા જોવાનો હતો.”

મહિલાએ પોસ્ટમાં આગળ લખ્યું, “ચાલો મારા સિત્તેર અને એંશીના દાયકામાં ફાસ્ટ ફોરવર્ડ થઈએ, જ્યારે ધોનીની મેચ જોઈને મારી અંદર ખુશીની એ જ લહેર દોડતી હતી. જ્યારે પણ મારી નજર તેના પર પડદા પર પડી ત્યારે બધું થંભી જતું. તેની પાસે ખૂબ જ શાંત અને ધીરજ હતી, ભલે ગમે તે પરિસ્થિતિ હોય. અને જ્યારે મને ખબર પડી કે હું ધોનીને લાઈવ મેચમાં જોઈ શકું છું, ત્યારે મારો થાક, મારી ઉંમર અને મારું 82 વર્ષનું નાજુક શરીર પણ મને રોકી શક્યું નહીં.”

 

View this post on Instagram

 

A post shared by Janaki Paati (@janaki_paati)

Niraj Patel