બાળકનો જીવ જોખમમાં મૂકી મજાથી સ્કૂટી પર બેઠા રહ્યા પેરેન્ટ્સ, વીડિયો જોઇ ભડક્યા યુઝર્સ
માતા-પિતા દરેક રીતે તેમના બાળકોની સંભાળ રાખે છે. સંતાનો થોડી મુશ્કેલીમાં હોય તો પણ માતા-પિતાની ચિંતા વધી જાય છે. પરંતુ હાલમાં જ એક એવો વિડિયો સામે આવ્યો છે, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. આ વીડિયો જોઈને તમારો આત્મા પણ કંપી જશે. આ વીડિયોમાં એક મહિલા પોતાના બાળકનો જીવ જોખમમાં મુકીને ખુશીથી મુસાફરી કરી રહી છે.
વાયરલ થઈ રહેલા આ વીડિયો પર યુઝર્સ વિવિધ કોમેન્ટ કરીને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. આ વીડિયો બેંગલુરુનો હોવાનું કહેવાય છે, જેમાં માતા-પિતા ટુ વ્હીલર પર આરામથી બેઠેલા જોવા મળે છે, જ્યારે બાળક ફૂટરેસ્ટ પર ખતરનાક રીતે મુસાફરી કરી રહ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે,
જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે બાળક ચાલતા ટુ વ્હીલરમાં પગ મૂકવાની જગ્યા પર ઉભો છે. આ વીડિયો જોઇ લોકો બેદરકાર માતા-પિતા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યાં છે અને કહી રહ્યા છે કે માતા-પિતા કેવી રીતે તેમના બાળકનો જીવ જોખમમાં મૂકી શકે. એક યુઝરે લખ્યું, ખામી કાઢવાને બદલે એ જુઓ કે પરિવારે સ્કૂટર પર કેવી રીતે બેલેન્સ જાળવી રાખ્યું છે.
અન્ય એક યુઝરે લખ્યું, આજના માતા-પિતાને શું થઈ ગયું છે ? તમે આટલા બેદરકાર કેમ છો ? અન્ય એક યુઝરે લખ્યું, ભારતમાં આવા લોકોની કોઈ કમી નથી. બીજા એક યુઝરે લખ્યું, માતા-પિતાએ બાળકો સાથે આવી રીતે ખિલવાડ ન કરવી જોઇએ, તેમના મન પર નકારાત્મક અસર પડે છે.
Idiots on the road @blrcitytraffic @BlrCityPolice please take action. pic.twitter.com/tAN9BxTHiS
— (@Lollubee) April 15, 2024