સાપ અને નોળિયાની લડાઈના ઘણા વીડિયો જોયા હશે પરંતુ આવો વીડિયો નહિ જોયો હોય, જુઓ એક જ ખાડામાં ભેગા થઇ ગયા સાપ અને નોળિયો, પછી કોની થઇ જીત ?
Snake And Mongoose Shocking Fight : સોશિયલ મીડિયામાં સાપ અને નોળિયાની લડાઈના ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. જેને જોવા પણ લોકોને ખુબ જ પસંદ આવતા હોય છે, સાપ અને નોળિયાની લડાઈમાં મોટાભાગે નોળિયો જ જીતતો હોય છે. ત્યારે હાલ સાપ અને નોળીયાની લડાઈનો એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
સાપ અને નોળીયાને એકબીજાના જાની દુશ્મન માનવામાં આવે છે, પરંતુ આ વીડિયોમાં તમે જોશો કે કોબ્રા અને નોળીયો બંને એક જ ખાડામાં હાજર છે. બંને એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યા છે. નોળીયા અને સાપ વચ્ચે છત્રીસનો આંકડો ચોક્કસપણે છે, પરંતુ ખાડામાં ઘૂસીને કોબ્રા સાથે લડવું એ નાની વાત નથી.
વિડિયોમાં નોળીયો કોબ્રા પર કાબૂ મેળવતો જોવા મળે છે. એટલા માટે સોશિયલ મીડિયા પર આ જોઈને લોકો વધુ ચોંકી રહ્યા છે. વીડિયોના અંતમાં તમે જોશો કે નોળીયાએ કોબ્રાનું મોં તેના પગથી દબાવ્યું છે. આ વીડિયો Xના હેન્ડલ @TheBrutalNature પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં 10 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે.
આ વીડિયો પર સેંકડો યુઝર્સે કોમેન્ટ પણ કરી છે. ઘણા લોકો એ જોઈને આશ્ચર્યચકિત થાય છે કે એક નોળીયો પણ આ રીતે કોબ્રા સામે લડી શકે છે. એક યુઝરે લખ્યું છે- નોળીયો કોબ્રાના ડંખને સહન કરી શકશે નહીં. અન્ય યુઝરે લખ્યું છે કે આ કેવી રીતે શક્ય છે? નોળીયો પણ લડી શકતો નથી. ત્રીજા યૂઝરે લખ્યું છે કે નોળિયો જીતી ગયો હોય તે શક્ય નથી. હું જાણવા માંગુ છું કે તે ક્યાં સમાપ્ત થયું.
— NATURE IS BRUTAL (@TheBrutalNature) April 8, 2024