‘ચડ્ડી ગેંગ’નો આતંક: સોના-ચાંદી અને પૈસા નહિ પણ ચોરી રહ્યા છે મહિલાઓના અંડરગારમેન્ટ્સ

ચોરનો અજીબ શોખ ! સોના-ચાંદી અને પૈસા નહિ પણ ચોરી રહ્યા છે મહિલાઓના અંડરગારમેન્ટ્સ- વીડિયો થયો વાયરલ

આજ સુધી તમે ચોરીની ઘણી ઘટનાઓ વિશે સાંભળ્યું જ હશે. ચોરોને એવી વસ્તુઓમાં રસ હોય છે, જેને વેચીને તેઓ પૈસા કમાઈ શકે. ચોર ઘણીવાર સોનું, ચાંદી, રોકડ અને અન્ય મોટાભાગની કિંમતી વસ્તુઓની ચોરી કરે છે. જો કે આ દિવસોમાં જબલપુરના લોકો એક વિચિત્ર ચોરથી પરેશાન છે. આ ચોર સોનું-ચાંદી કે પૈસા નહિ પણ મહિલાઓના અન્ડરગાર્મેન્ટ્સ ચોરી કરે છે.

જી હાં, જબલપુરના લોકો આ ચડ્ડી ચોરના આતંકથી પરેશાન છે, છેલ્લા કેટલાક અઠવાડિયામાં જબલપુરમાંથી આવી ઘણી ઘટનાઓ સામે આવી છે. આ ચોર ઘરમાં ઘૂસીને આંગણામાં સૂકવવામાં આવેલાં કપડાંમાંથી અથવા ઘરની સીમમાં સૂકવવા માટે રાખેલાં કપડાંમાંથી આંતરવસ્ત્રોની ચોરી કરે છે. એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેમાં એક યુવક મોં પર કપડું બાંધેલો જોવા મળી રહ્યો છે અને તે ધીમે ધીમે ઘરની દીવાલ પાસે જઇ સુકાઈ રહેલા મહિલાના અંડરવેર ચોરી કરતો જોવા મળે છે.

એમપી અજબ છે, અને અદ્ભુત પણ છે. જબલપુરમાં આ દિવસોમાં ચડ્ડી ચોર ગેંગનો આતંક ફેલાયો છે. અન્ડરગાર્મેન્ટની વારંવાર ચોરીથી પરેશાન એક મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી અને આ પછી પોલિસે એક ચોરની ધરપકડ પણ કરી છે. વિજયનગર વિસ્તારમાં થયેલ અન્ડરગાર્મેન્ટની ચોરીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Velocity (@viral_velocity_)

Shah Jina