જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 9 માર્ચ : મંગળવારના દિવસે આ રાશિના જાતકોને થશે લાભ, જાણો તમારી રાશિ

1. મેષ – અ, લ ,ઈ (Aries):આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉતાર-ચડાવથી ભરપૂર રહેશે. આજના દિવસે કામમાં પોઝિટિવિટીથી આગળ વધશો. આજે તમારી નોકરીમાં ટ્રાન્સફરના યોગ બની શકે છે. પરણિત લોકો આજે પોતાના પાર્ટનર માટે કઈ સ્પેશિયલ કરી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ એકંદરે સારો રહેવાનો છે.2.વૃષભ – બ, વ, ઉ (Taurus):આ રાશિના જાતકો આજે તમે તમારી ક્રિએટીવીટી અને સારા વિચારને લઈને તમારા પ્રિય વ્યક્તિ માટે સારી ગિફ્ટ આપી શકો છો. આજના દિવસે તમારી આવકમાં વધારો થશે, પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન આજના દિવસે સારું રહેશે. ધંધાને લઈને આજના દીવસે થોડું સાવધાન રહેવું પડશે. આજના દિવસે પ્રેમીપંખીડાને ખુશનુમા બનાવવા માટેનો પ્રયાસ કરશે.3. મિથુન – ક, છ, ઘ (Gemini):

આ રાશિના જાતકોને આજે કોઈ મિત્ર દ્વારા લાભ મળી શકે છે. આજે તમે કોઈ જુના મિત્રને મળશો, જેની સાથે તમે ભાગીદારીમાં ધંધો પણ શરૂ કરી શકો છો. નોકરી કરતા લોકો ઉપર આજે તેમના બોસ ખુશ જોવા મળશે. પરણિત લોકોએ પણ આજે પોતાના પાર્ટનર ઉપર ગુસ્સે ના થવું, પ્રેમી પંખીડાઓ આજે હળવાશમાં દિવસ પસાર કરશે.
4. કર્ક – ડ, હ (Cancer): કર્ક રાશિના જાતકોના આજના દિવસની સારી શરૂઆત થશે. આજે તમારી આવકમાં વધારો થઇ શકે છે. બપોર બાદ ખર્ચમાં વધારો થશે. આજના દિવસે વિદેશ યાત્રાને લઈને ખુશખબરી મળી શકે છે. આજના દિવસે શિક્ષણ ક્ષેત્રે સારું પરિણામ મળશે. ખર્ચ હોવા છતાં પણ મન ખુશ રહેશે. પરિવારની નાની મોટી જરૂરિયાતો પૂર્ણ કરવા માટેના પ્રયત્ન કરવા. પરણિત લોકો આજે હળવાશના મૂડમાં જોવા મળશે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ મધ્યમ રહેશે.5. સિંહ – મ, ટ (Leo):આ રાશિના જાતકો આજના દિવસે ચિંતામાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરવો પડશે જેનાથી તેનો સમય વ્યર્થ જશે.કામને લઈને આજનો દિવસ સફળ રહેશે. આ રાશિના જાતકોને સ્વાસ્થ્યને લઈને ચિંતા થઇ શકે છે.પરણિત લોકો આજે જીવનમાં કોઈ મહત્વના નિર્ણય ઉપર ચર્ચા વિચારણા કરી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ સારો રહેશે.6. કન્યા – પ, ઠ, ણ (Virgo):આ રાશિના જાતકોએ આજના દિવસે કોઈ નવા ધંધાની શરૂઆત કરી શકે છે. જે તમારા માટે લાભકારક રહશે. આજના દિવસે તમને કોઈની ચિંતા નહીં હોય. પરંતુ કામમાં ધ્યાન આપશો. નોકરી કરતા લોકોને આજે પ્રમોશન મળી શકે છે. પરણિત લોકો આજે પોતાના પાર્ટનર સાથે ક્યાંક બહાર જઈ શકે છે. પ્રેમી પંખીડાઓ આજે કોઈ વટે ઝઘડી શકે છે.7. તુલા – ર, ત (Libra):તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે નવી આશા લઈને આવશે. આજનો દિવસ ખુશહાલથી ભરેલો વીતશે. પરંતુ ખર્ચો વધારે રહેશે. વિવાહિત લોકોનું લગ્ન જીવન સુખી રહેશે. પારિવારિક જીવનમાં સમય વિતાવશે.પરણિત લોકો આજના દિવસે ભવિષ્યની યોજનાઓ બનાવી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ ખુબ જ ખાસ બનવાનો છે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): આ રાશિના જાતકોએ આજે મહેનતથી કામ કરવું પડશે. તમારી મહેનત જ તમને સફળતા તરફ લઇ જશે. આજે કામનો ભાર પણ તમારા ઉપર વધારે જોવા મળશે. તમારા નજીકના લોકોનો આજે તમને સાથ-સહકાર મળી શકે છે. પરણિત લોકોને આજે પાર્ટનર તરફથી કોઈ ભેટ મળી શકે છે. પ્રેમી પંખીડાઓ આજના દિવસે પોતાના સંબંધને આગળ વધારવાના પ્રયાસો કરી શકે છે.9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):આ રાશિના જાતકો આજના દિવસે ચિંતામાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરવો પડશે. આજના દિવસે ખર્ચમાં વધારો થશે. આજના દિવસે કોઈ ધાર્મિક કાર્યમાં પૈસા ખર્ચ થશે. કામને લઈને આજનો દિવસ સફળ રહેશે. આ રાશિના જાતકોને સ્વાસ્થ્યને લઈને ચિંતા થઇ શકે છે. પરણિત લોકોના જીવનમાં આજે કોઈ ખુશબરી મળી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે આજે મુલાકાતનો યોગ બની રહ્યો છે.10. મકર – જ, ખ (Capricorn):આ રાશિના જાતકો આજના દિવસે ધાર્મિકમય રહેશે. આજના દિવસે પૂજા-પાઠમાં મન લાગશે અને પોતાના જ્ઞાનથી લોકોને પ્રભાવિત કરશે. પરિણીત લોકોએ ગૃહસ્થ જીવનમાં આજના દિવસે પૂરું ધ્યાન આપવું પડશે, જીવન સાથીને કોઈ પણ રીતે ખુશ કરવામાં કોઈ કસર છોડવી નહીં. કામને લઈને દિવસ મજબૂત રહેશે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ સારો રહેશે.11. કુંભ – ગ, શ, સ (Aquarius):આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉતાર-ચડાવથી ભરપૂર રહેશે. આજના દિવસે કામમાં પોઝિટિવિટીથી આગળ વધશો. આજે તમારી નોકરીમાં ટ્રાન્સફરના યોગ બની શકે છે. પરણિત લોકો આજે સાંજે પોતાના પાર્ટનર સાથે બહાર જમવા માટે જઈ શકે છે, જેના કારણે માનસિક શાંતિનો અનુભવ થશે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ મધ્યમ રહેવાનો છે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):આ રાશિના જાતકોને આજના દિવસે આવકમાં વધારો થશે જેનાથી મનમાં ખુશી થશે. આજના દિવસે તમે કોઈ જુના કામ શરૂ કરવાનો વિચાર કરશો. આજના દિવસે તમને તમારા મોટા ભાઈનો સપોર્ટ મળી શકે છે. પ્રેમી પંખીડાને આજના દિવસે કોઈ વાતને લઈને શંકા થઇ શકે છે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે. આજના દિવસે આ રાશિના જાતકોને નોકરીમાં બદલાવ આવવાની શક્યતા છે.