જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 9 ફેબ્રુઆરી : મંગળવાના દિવસે હનુમાનજીની કૃપાથી આ 3 રાશિના જીવનમાં આવશે મહત્વનું પરિવર્તન

1. મેષ – અ, લ ,ઈ (Aries):આ રાશિના જાતકોને લાંબા સાયથી ચાલી રહેલી ચિંતાનો આજે અંત આવતો જણાશે. આજે તમે થોડા હળવાશના મૂળમાં જોવા મળશો, જેના કારણે તમારો પરિવાર પણ ખુશ હશે. આજે પોતાના પાર્ટનર સાથે તમે ક્યાંય બહાર પણ જઈ શકો છો. પ્રેમી પંખીડાઓ આજે પોતાના સંબંધને આગળ ધપાવવાના પ્રયત્ન કરતા જોવા મળશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):આ રાશિના જાતકોને લાંબા સમયમાં રોકાણમાં આજે ફાયદો થવાનો છે. તમારી અવાક આજના દિવસે વધતી જોવા મળશે. આજે તમને કોઈ અંધારી ખુશીનો અનુભવ થશે. નોકરી ધંધામાં પણ આજે સારો લાભ થવાની સંભાવના રહેલી છે. પરણિત લોકો આજે પોતાના પાર્ટનર સાથે દિલની વાત કરી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ સારો રહેશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):આ રાશિના જાતકોને આજે કોઈ મિત્ર દ્વારા લાભ મળી શકે છે. આજે તમે કોઈ જુના મિત્રને મળશો, જેની સાથે તમે ભાગીદારીમાં ધંધો પણ શરૂ કરી શકો છો. નોકરી કરતા લોકો ઉપર આજે તેમના બોસ ખુશ જોવા મળશે. પરણિત લોકોને આજે સાસરી પક્ષ તરફથી કોઈ ખુશ ખબરી મળી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે ઘરના વડીલ સામે પોતાનો સંબંધ સ્વીકરી શકે છે.

4. કર્ક – ડ, હ (Cancer):આ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો મુશ્કેલી ભરેલો રહેશે. આજે તમે કોઈ વાતને લઈને નિરાશ જોવા મળશો, પરંતુ બપોર બાદ તમારા સાથમાં તમારા નજીકના લોકો આવશે, જેના દ્વારા તમે મૂંઝવણમાંથી બહાર નીકળી શકશો. પરણિત લોકો આજે ઘરમાં કોઈ નવી વસ્તુ લાવવાને લઈને ચર્ચા કરી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ થોડો તકલીફ ભરેલો રહેશે.

5. સિંહ – મ, ટ (Leo):આ રાશિના જાતકો આજે ઘરની અંદર કોઈ ધાર્મિક કામનું આયોજન કરી શકે છે. જેના કારણે મનમાં પણ ખુશી રહેશે અને પરિવારનું વાતવરણ પણ ખુશી ભરેલું રહેશે. આજના દિવસે કામમાં પણ થોડી રાહત અનુભવાશે. પરણિત લોકો આજે ખુશ નજર આવશે. પ્રેમી પંખીડાઓ વચ્ચે આજે મતભેદ થઇ શકે છે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):આ રાશિના જાતકોએ આજે પોતાની તબિયતને લઈને સાવધાન રહેવાની જરૂર છે. આજે બહારની ખાણીપીણી જેમ બને તેમ ઓછી કરવી. પરિવારમાં આજે કોઈ નવા પ્રસંગને લઈને આયોજન થઇ શકે છે. નોકરી ધંધામાં આજનો દિવસ મધ્યમ રહેશે. પરણિત લોકો આજે પોતાના પાર્ટનર સાથે સારો સમય પસાર કરી શકશે. પ્રેમી પંખીડાઓ પોતાની મૂંઝવણ એક બીજા સાથે શેર કરી શકે છે.

7. તુલા – ર, ત (Libra):આ રાશિના જાતકોને આજે અચાનક કોઈ કામ માટે બહાર જવું પડી શકે છે. પરંતુ આ યાત્રા તમારા માટે લાભ કારક રહેવાની છે. આજના દિવસે તમને તમારા સપના પૂર્ણ થતા હોય તેમ દેખાશે. નોકરી ધંધામાં પણ આજે અચાનક લાભ થવાનો યોગ છે. પરણિત લોકો આજના દિવસે ભવિષ્યની યોજનાઓ બનાવી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ ખુબ જ ખાસ બનવાનો છે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):આ રાશિના જાતકો માટે આજનો દિવસ તકલીફોથી ભરેલો રહેશે. આજના દિવસે કોઈ નવા કામની શરૂઆત ના કરવી. આજે ધંધામાં પણ તમને નુકશાન થઇ શકે છે. આજે કોઈ વડીલની સલાહ તમારા માટે ફાયદાકારક રહશે. પરણિત લોકોના જીવનમાં પાર્ટનર સાથે મતભેદ થઇ શકે છે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ મધ્યમ રહેશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):આ રાશિના જાતકોએ આજે મહેનતથી કામ કરવું પડશે. તમારી મહેનત જ તમને સફળતા તરફ લઇ જશે. આજે કામનો ભાર પણ તમારા ઉપર વધારે જોવા મળશે. તમારા નજીકના લોકોનો આજે તમને સાથ-સહકાર મળી શકે છે. પરણિત લોકોને આજે પાર્ટનર તરફથી કોઈ ભેટ મળી શકે છે. પ્રેમી પંખીડાઓ આજના દિવસે પોતાના સંબંધને આગળ વધારવાના પ્રયાસો કરી શકે છે.

10. મકર – જ, ખ (Capricorn):આ રાશિના જાતકોને આજના દિવસે આત્મવિશ્વાસમાં વધારો થશે જેના કારણે તમને કામને લઈને સજાગ થશો. એક નવું જોશ અને જૂનુન સાથે કામ કરશો. આજના દિવસે સરકારી કામમાં સફળતા મળશે. જમીન-મકાન સાથે જોડાયેલા મામલામાં પ્રબળ યોગ બનશે. પરિણીત લોકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે જીવનસાથી ખુશ રહેશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):આ રાશિના જાતકો આજના દિવસે શેર બજારમાં રોકાણના કારણે ફાયદો મેળવી શકશે. આજનો દિવસ તમારા માટે ખુબ જ ખાસ રહેવાનો છે. આજના દિવસે આવકના નવા સાધનો તમને મળશે. જેના કારણે મનમાં પણ ખુશી હશે. પરણિત લોકો આજે પોતાના પાર્ટનરને બહાર લઇ જઈ શકે છે. પ્રેમી પંખીડાઓ માટે પણ આજનો દિવસ સારો રહેશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):આ રાશિના જાતકોએ આજે નિર્ણય લેતા પહેલા કોઈ વરિષ્ઠ વ્યક્તિની સલાહ લેવી. જે તમને ખુબ જ ફાયદાકારક રહેશે. કાર્યસ્થળ ઉપર પણ જો કોઈ વાતમાં તમને સમજ ના પડે તો સિનયરની સલાહ તમારા માટે ફાયદાકારક રહેશે. પરણિત લોકોને પોતાના પાર્ટનર દ્વારા જીવનમાં કોઈ મહત્વની વાત જાણવા મળી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે રોમાન્ટિક મૂડમાં નજર આવશે.