જીવનશૈલી હેલ્થ

એકપણ જાતની સર્જરી વગર કઈ રીતે મુકેશ અંબાણીના દીકરાએ 108 કિલો વજન ઉતાર્યું? મમ્મી નીતા અંબાણીએ કર્યું ખુલાસો

અનંત અંબાણી, થોડા સમય પહેલા ઘણા લોકો આ નામના વ્યક્તિને બહુ જાણતા પણ નહોતા પણ જેવું તેમણે તેમનું વજન ઘટાડ્યું અને એટલું બધું વજન ઘટાડ્યું કે લોકો તેમને જોતા જ રહી ગયા. એ પછી અનંત અંબાણીના નવા અવતારને જોઈને દરેક વ્યક્તિ દંગ થઇ જાય છે, અને થાય પણ કેમ નહિ? થોડા સમય પહેલા સુધી અનંત અંબાણીનું વજન 178 કિલો હતું અને આજે તેમને સૌ કોઈ જાણે છે.

Image Source

નીતા અંબાણી અને મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી એક સમયે પોતાના વજનને કારણે ટ્રોલ થયા હતા. આઈપીએલમાં જયારે તેઓ મુંબઈ ઇન્ડિયન્સ ટીમને સપોર્ટ કરતા જોવામાં આવ્યા તસવીરો વાયરલ થઇ ત્યારે તેઓ ખૂબ ટ્રોલ થયા હતા. એ પછી તેમને પોતાના વજનને ઓછું કરવા માટે કઠોર પરિશ્રમ કર્યું અને તેનું પરિણામ બધાની જ સામે છે.

તેમને 18 મહિનામાં જ 118 કિલો વજન ઓછું કરીને બધાને જ ચોંકાવી દીધા હતા. પરંતુ જો તમને એવું લાગી રહ્યું હોય કે તેમને પોતાનું વજન સર્જરી કરાવીને ઓછું કર્યું ચ, તો એવું જરાક પણ નથી. તેમને તેમનું વજન કુદરતી રીતે ઓછું કર્યું છે. અનંતે 18 મહિનામાં સખત મહેનત કરી અને ડાયેટિંગ કરીને વજન ઘટાડ્યું છે.

Image Source

સખત પરિશ્રમ અને અનોખા રૂટીનના કારણે તેઓએ પોતાનું વજન 108 કિલો ઘટાડી દીધું. તમને જણાવી દઈએ કે અનંતને હાઈપોથાયરાયડિજ્મ નામની બીમારી છે આ બીમારીમાં જો ઓછો ખોરાક લેવામાં આવે તો વજન સતત વધી જાય છે.

જયારે તેમનું વજન વધારે હતું ત્યારે અનેક લોકો સોશિયલ મીડિયામાં તેમનો મજાક ઉડાવતા હતા. આજે તેમના વજન ઘટાડવાને કારણે અનેક લોકો તેમના આ કામની વાહ વાહ કરે છે. આજે જે પણ લોકો વજન ઘટાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે તેમની માટે એક પ્રેરણાસ્ત્રોત છે.

Image Source

જાણો અનંત અંબાણીએ કઈ રીતે ઘટાડ્યું પોતાનું વજન –

અનંત અંબાણીને બર્ગર અને પિત્ઝાનો ખૂબ જ વધારે શોખ હતો, જેને જોઈને ક્યારેક તો એવું જ લાગતું કે તે જંકફૂડનો એડિકટ છે. પરંતુ કહેવાય છે ને કે મન હોય તો માળવે જવાય, એમ અનંતે પણ વજન ઘટાડવાનું નક્કી કરી લીધું. અને એ સમયે તેને સૌથી પહેલું કામ જંકફૂડને અલવિદા કહેવાનું કર્યું.

વજન ઘટાડવા માટે શરીરમાંથી વધારાની ચરબીને ઓગાળવી ખૂબ જ જરૂરી છે. ત્યારે સૌથી પહેલું કામ પોતાના આહારમાંથી સુગર અને કાર્બવાળી વાનગીઓને બંધ કરવાનું કરવું જોઈએ. અનંતે પણ આવું જ કર્યું હતું. આ પ્લાનને વળગી રુહીને અનંતે પોતાના ડાયટ પ્લાનમાં ઝીરો સુગર અને લો કાર્બ સાથે પૂરતી માત્રામાં પ્રોટિન અને ફેટયુક્ત ખોરાક લેવાનું શરૂ કર્યું હતું. અને આ પ્લાનને જ ફોલો કર્યું.

Image Source

હવે પોતાના આહારમાં જંકફૂડને બદલે અનંતે પોતાની ડાયટમાં મોટેભાગે શાકભાજી, ફણગાવેલા કઠોળ, પનીર, દાળ અને કઠોળ જ લેવાનું શરુ કર્યું. જેના કારણે તેને આહારમાં ફાઈબર, ચરબી, પ્રોટિન, વિટામિન્સ અને મિનરલ જેવા બધા જ તત્વો મળતા હતા. જે હંમેશા માટે વજન ઓછું કરવા માટે જરૂરી પોષક તત્વો છે.

જો તમારે પણ હંમેશા માટે પોતાનુ વજન ઓછું કરવું હોય તો પોતાની ડાયટમાં આ તમામ પોષક તત્વોનો સમાવેશ કરવો જરૂરી છે.

Image Source

આહારમાં બદલાવ ઉપરાંત અનંત રોજ નિયમિત કસરત પણ કરતો હતો જેમાં દિવસના 21 કિલોમીટર ચાલવું, યોગા, વેઈટ ટ્રેનિંગ, ફંક્શનલ ટ્રેનિંગ, અને હાઈ-ઈન્ટેન્સિટી કાર્ડિયો જેવી કસરતનો સમાવેશ થાય છે. અનંત દરરોજ 5-6 કલાક કસરત કરતો હતો.

એક ઇન્ટરર્વ્યુમાં અનંત અંબાણીના ટ્રેનરે વિનોદ ચનાએ જણાવ્યું હતું, “અનંત અંબાણી દિવસ દરમિયાન ફક્ત 1200થી 1400 કેલરી જ ખોરાકમાં લેતો હતો. પોતાના ડાયેટ પ્લાનને અનંત ખુબ જ સ્ટ્રીક્ટ બનાવીને ફોલો કરતો હતો જેના કારણે તેના વજનમાં ધીમે ધીમે ઘટાડો જોવા મળ્યો હતો.”

Image Source

“હોર્મોનલ ચેન્જિસના કારણે અનંત અંબાણીનું વજન વધ્યું હતું, ક્યારેક આવું થાય છે. પરંતુ તેનો મતલબ એ નથી કે તે સરળતાથી ઉતરી પણ જાય છે. આ માટે તમારે ખૂબ મહેનત કરવી પડે છે. જ્યારે તમારે ફરજિયાત ડાયટ પ્લાન ફોલો કરવો પડે છે જેના કારણે ધીમે ધીમે તમારું વજન ઉતરતું હોય છે.”

વધુમાં વિનોદ ચનાએ જણાવ્યું હતું કે, “અનંત કાયમ પોતાના ડાયેટ પ્લાનને વળગી રહ્યો હતો. તેણે ક્યારે પણ ભૂલથી એકપણ જંક ફૂડ કે એક્સેસ કેલરી ધરાવતું ફૂડ ખાધુ નથી. માટે તમે પણ ધ્યાન રાખજો કે જો તમને લાગે કે આ ફૂડ તમારા ડાયેટ પ્લાનને નુકસાન કરી શકે છે તો કોઈપણ ભોગે તેનાથી દૂર જ રહો.”

Image Source

જો તમે પણ આવી રીતે આવા દ્રઢ મનોબળથી પોતાનું વજન ઘટાડ્યું હોય કે પછી તમારા પરિચયમાં કોઈએ આવું કામ કર્યું હોય તો તેઓને આ પોસ્ટમાં ટેગ જરૂર કરો તમે ઈચ્છો તો ફોટો અને તમારું ફિટનેસ સિક્રેટ પણ શેર કરી શકો છો.