મનોરંજન

ફિલ્મી સ્ક્રીન પર જેનાથી ડરે છે લોકો, તે 7 વિલનની પત્નીઓ છે એકદમ સીધી, સાદી અને અતિ સુંદર

બોલીવુડની ફિલ્મોમાં જેટલું મહત્વ હીરોનું હોય છે તેટલું જ વિલનનું પણ હોય છે.ઘણીવાર તો ફિલ્મો માત્ર વિલનને લીધે જ હિટ થઇ જાતિ હોય છે. અમરીશ પુરી,પ્રેમ ચોપરા સહીત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા વિલન થઇ ચુક્યા છે જેનું મહત્વ હીરોથી ઓછું ન હતું,છતાં પણ હંમેશા લાઇમલાઇટમાં હીરો જ રહેતા હોય છે.ફિલ્મી દુનિયામાં એકદમ ખૂંખાર દેખાતા આ વિલનની પત્નીઓ અસલ જીવનમાં એકદમ સિંપલ છે. આજે અમે તમને આ સાત વિલનની પત્નીનો વિશે જણાવીશું.

Image Source

1.શક્તિ કપૂર-શિવાંગી કપૂર:
બોલીવુડના ફેમસ વિલન શક્તિ કપૂરની દીકરી શ્રદ્ધા કપૂરને તો દરેક કોઈ જાણે જ છે, પણ ખુબ ઓછા લોકો શક્તિ કપૂરની પત્ની વિશે જાણતા હશે.શક્તિ કપૂરની પત્નીનું નામ શિવાંગી કોલ્હાપુરી છે જે 80 ના દશકની અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરીની બહેન છે.બંનેએ વર્ષ 1982 માં લગ્ન કર્યા હતા.

Image Source

2.ગુલશન ગ્રોવર-કશિશ:
ગુલશન ગ્રોવર પોતાના ફિલ્મી કેરિયેરમાં 400 જેટલી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે.ગુલશન ગ્રોવરનો જન્મ 21 સપ્ટેમ્બર 1955 ના રોજ નવી દિલ્લીમાં થયો હતો. બાળપણથી જ તેને એક્ટિંગનો ખુબ જ શોખ હતો જેને લીધે અભ્યાસ પૂર્ણ કર્યા પછી તરત જ તેમણે ફિલ્મોમાં અભિનય કરવાનું શરૂ કરી દીધું હતું.જણાવી દઈએ કે ગુલશન કુમારે બે વાર લગ્ન કર્યા છે.ગુલશનના પહેલા લગ્ન ફિલોમિના સાથે થયા હતા પણ ત્રણ વર્ષ પછી તેઓના છૂટાછેડા થઇ ગયા હતા. જેના પછી તેમણે કશિશ સાથે લગ્ન કર્યા હતા પણ તેની સાથે પણ છૂટાછેડા થઇ ગયા હતા.

Image Source

3.આશુતોષ રાણા-રેણુકા શહાણે:
આશુતોષ રાણાએ વિલેનની ભૂમિકાને એક નવી ઓળખ આપી હતી.ટીવી સિરિયલ સ્વાભિમાન થી પોતાના કેરિયરની સફર શરૂ કરનારા આશુતોષ મધ્યપ્રદેશના રહેનારા છે.આશુતોષની પત્ની રેણુકા શહાણે પણ ઇન્ડસ્ટ્રીમાં એક જાણીતું નામ છે. તે ઘણી મોટી ફિલ્મોમાં નજરમાં આવી ચુકી છે.રેણુકા અને આશુતોષની પહેલી મુલાકાત ફિલ્મ જયતિની શૂટિંગ દરમિયાન થઇ હતી.બંને એ એકબીજા સાથે ડેટ કર્યા પછી લગ્ન કર્યા અને હાલ તેઓના બે બાળકો શૌર્યમન અને સત્યેન્દ્ર છે.

Image Source

4. પ્રકાશ રાજ-પોની વર્મા:
સિંઘમ,વોન્ટેડ અને દબંગ-2 જેવી ફિલ્મોમાં વિલનનો દમદાર અભિનય કરનારા અભિનેતા પ્રકાશ રાજએ સાઉથની ફિલ્મો પછી બોલીવુડમાં પણ પોતાની ખાસ ઓળખ બનાવી છે.પ્રકાશ રાજની પત્ની પોની વર્મા ખુબ જ સુંદર છે અને મોટાભાગે પોતાની તસવીરો પોતાના એકાઉન્ટ પર શેર કરતી રહે છે.વર્ષ 2010 માં બંનેએ લગ્ન કર્યા હતા, જણાવી દઈએ કે પોની વર્મા એક જાણીતી બૉલીવુડ કોરિયોગ્રાફર છે. આજે બંનેનો એક દીકરો પણ છે જેનો જન્મ વર્ષ 2016 માં થયો હતો.

Image Source

5.રોનિત રોય-નીલમ:
રોનિત રોય તે વિલેનમાંના એક છે જેને ટક્કર આપવા માટે હીરોને પણ ખુબ મહેનત કરવી પડે છે. જો કે રોનિત રોયે સકારાત્મક અભિનય પણ કર્યા છે.રોનિત રોયે વર્ષ 2003 માં ટીવી એક્ટ્રેસ અને મૉડલ નીલમ સિંહ સાથે લવ મેરેજ કર્યા હતા.નીલમે પોતાના કેરિયેરની શરૂઆત મોડેલીંગથી કરી હતી, તેમણે વર્ષ 1995 માં ફેમિના લુક ઓફ દ ઈયરમાં પણ હિસ્સો લીધો હતો. નીલમે ઘણા ટીવી શો માં પણ કામ કર્યુ છે.

Image Source

6.નીલ નીતિન મુકેશ-રુક્મણિ સહાય:
નીલ નીતિન મુકેશ ઘણી ફિલ્મોમાં વિલનનો કિરદાર કરી ચુક્યા છે. તેની પત્નીનું નામ રુક્મણિ સહાય છે.સોશિયલ મીડિયા પર પણ રુક્મણિની સારી એવી ફૈન ફોલોઇંગ છે.

Image Source

7.નિકિતિન ધીર-કૃતિકા સેંગર:
બૉલીવુડ ફિલ્મ ચેન્નાઇ એક્સપ્રેસમાં નિકિતિન ધીરને તમે જોયા હશે.પોતાની સારી એવી દમદાર બોડીને લીધે તે ઘણી ફિલ્મોમાં વિલનનો અભિનય કરી ચુક્યા છે.નિકિતિનની પત્ની ટીવીની લોકપ્રિય અભિનેત્રી કૃતિકા સેંગર છે જે ઘણી ટીવી સિરિલોમાં લીડ રોલ કરી ચુકી છે.

Image Source

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks