મનોરંજન

2019 ની તે 7 બરબાદ ફિલ્મો જેણે દર્શકોના કાન, નાક અને આંખ માંથી ધૂંવાળો કાઢી નાખ્યો

આજના સમયમાં ફિલ્મો દર્શકોને પસંદ લાવવાને બદલે પૈસા કમાવવા માટે વધારે બનાવવામાં આવે છે. મેકર્સ દર્શકોને મૂર્ખ સમજે છે કે કોઈપણ સ્ટોરી લાવશું તો પણ દર્શકો તેને પસંદ કરી લેશે, પણ આજના દર્શકો ખુબ સમજદાર બની ગયા છે કદાચ એટલા માટે જ તેઓ સારી કે ખરાબ ફિલ્મો વચ્ચેનું અંતર સ્પષ્ટ રીતે સમજી શકે છે.

એવામાં આજે અમે તમને એવી જ અમુક ફીલ્મો દેખાડીશું જેની સ્ટોરી કઈ ખાસ ન હોવાથી દર્શકોએ પોતાનું માંથું પકડી લીધું હતું.

Image Source

1. હાઉસફુલ-4:

હાઉસફુલ-4 એક કૉમેડી ફિલ્મ હતી જેને ફરદાહ સમજી દ્વારા નિર્દેશિત કરી હતી અને સાજીદ નડિયાદવાલા દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, બૉબી દેઓલ, ક્રિતી સેનન, પૂજા હેગડે અને કૃતિ ખરબંદા મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મના ડાઈલૉગ જીવનની કોઈપણ સ્થિતિ સાથે મેચ થતા ન હતા.

Image Source

2. ખાનદાની શફાખાના:

ખાનદાની શફાખાના ફિલ્મ શિલ્પી દાસગુપ્તા દ્વારા નિર્દેશિત કૉમેડી ફિલ્મ હતી. તેના નિર્માતા ભૂષણ કુમાર, મહાવીર જૈન, મૃગદીપ લાંબા, દિવ્યા ખોસલા કુમાર અને કૃષ્ણ કુમાર હતા. આ સિવાય સોનાક્ષી સિંહા, બાદશાહ, વરુણ શર્મા અને અન્નુ કપૂર મુખ્ય ભૂમિકામાં હતા.

Image Source

3. મરજાવા:

આ ફિલ્મની કહાની એક પ્રેમી અને ગેન્ગસ્ટરની છે, ગેંગસ્ટર જે 3 ફૂટનો છે. રિતેશ દેશમુખનો ડાઈલૉગ ‘કમીનેપન કી હાઈટ 3 ઇંચ’ નો લોકોએ ખુબ મજાક ઉડાવ્યો હતો. ફિલ્મની કહાનીમાં કોઈ દમ ન હતો, પણ ફિલ્મના ગીતો લોકોને ખુબ પસંદ આવ્યા હતા.

Image Source

4. સ્ટુડન્ટ ઓફ ધ ઈયર-2:

સ્ટુડન્ટ ઓફ ધ ઈયર-2 અરશદ સઈદ દ્વારા લિખિત અને પુનિત મલ્હોત્રા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ કઈ ખાસ કમાલ દેખાડી શકી ન હતી. ફિલ્મમાં ટાઇગર શ્રોફ, તારા સુતારીયા અને અનન્યા પાંડે મુખ્ય ભૂમિકામાં હતા.

Image Source

5. મીલન ટૉકીજ:

મિલન ટૉકીજ હિમાંશુ ધુલીયા દ્વારા નિર્દેશિત રોમેન્ટિક ફિલ્મ ડ્રામાં ફિલ્મ હતી. જેને તિગ્માંશુ ધુલીયા અને કમલ પાંડે દ્વારા લખેલી હતી. ફિલ્મમાં અલી ફજલ, શ્રદ્ધા શ્રીનાથ, આશુતોષ રાણા, સંજય મિશ્રા, રેખા સિન્હા અને સિકંદર ખેર હતા. આટલી મોટી સ્ટાર કાસ્ટ પણ ફિલ્મને બચાવી શકી ન હતી કેમ કે ફિલ્મની કહાનીમાં કંઇ ખાસ દમ ન હતો.

Image Source

6. દ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર:

આ ફિલ્મ વિજય રત્નાકર ગુટ્ટે દ્વારા નિર્દેશિત અને મયંક તિવારી દ્વારા લિખિત પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના જીવન પર આધારિત હતી. ફિલ્મ કઈ ખાસ કમાલ દેખાડી શકી ન હતી.

Image Source

7. કલંક:

સંજય લીલા ભંસાલીના રસ્તા પર ચાલનારા કરન જોહર પોતાની મોટી સ્ટાર કાસ્ટની આ ફિલ્મથી લોકોનું દિલ જીતવામાં નાકામ રહ્યા હતા. ફિલ્મમાં સંજય દત્ત, આલિયા ભટ્ટ, સોનાક્ષી સિંહા, આદિત્ય રૉય કપૂર અને માધુરી દીક્ષિત પણ કંઈ ખાસ કમાલ કરી શક્યા ન હતા અને ફિલ્મની કહાની પણ દર્શકોને કઈ ખાસ પસંદ આવી ન હતી.