વાયરલ

5 વર્ષનું ટેણીયું ચલાવી રહ્યું પૂર ઝડપે લાખોની લેન્ડ ક્રુઝર કાર, વીડિયો જોઈને લોકો પણ થયા હેરાન

સોશિયલ મડિયાની અંદર ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયો જોઈને આપણને હેરાની પણ થાય છે. હાલ એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક 5 વર્ષનું ટેણીયું પૂર ઝડપે કાર ચલાવી રહ્યું છે.

જ્યાં 5 વર્ષનું બાળક માંડ સાઇકલ પણ નથી ચલાવી શકતું ત્યાં આ 5 વર્ષના ટેણીયાને લાખો રૂપિયાની લેન્ડ ક્રુઝર કાર ચલાવતા જોઈને સૌ કોઈ હેરાન છે. સોશિયલ મીડિયામાં આ શોકિંગ ઘટનાનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ વીડિયો પાકિસ્તાનના મુલતાન શહેરનો છે. જેમાં એક 5 વર્ષનું બાળક ભીડ ભાળ ભરેલા રસ્તા ઉપર કાળા રંગની ટોયોટા લેન્ડ ક્રુઝર વી8 કાર ચલાવતો નજર આવે છે. વીડિયોના વાયરલ થયા બાદ પાકિસ્તાન પોલીસ આ બાળકના પેરેન્ટ્સની શોધમાં લાગી ગઈ છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોને તલ્હા નામના એક ટ્વીટર યુઝર દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ સાથે તેને મજાકીયું કેપશન પણ લખ્યું છે. જેમાં તેને લખ્યું છે કે, “મુલતાનમાં એક નાનું બાળક લેન્ડ ક્રુઝર ચલાવી રહ્યું છે. તો હવે તેના પગ પેન્ડલ સુધી પહોંચ્યા કેવી રીતે ? કોનું બાળક છે આ?”

વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે આ 5 વર્ષનું બાળક ઊભુ થઈને કાર ચલાવી રહ્યું છે જેના કારણે તેના પગ પેન્ડલ સુધી પહોંચી શકે. વીડિયો વાયરલ થયા બાદ લોકો તેમાં પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

લોકોનું કહેવું છે કે આ બાળકના માતા પિતા એટલા બેજવાબદાર કેવી રીતે હોઈ શકે કે આટલા નાના બાળકને કાર ચલાવવા આપી દે. તો બીજા એક યુઝર્સનું કહેવું છે કે આ ના ફક્ત તેમના બાળકનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે, પરંતુ રસ્તા ઉપર ચાલતા દરેકનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે.

ખાસ વાત તો એ છે કે આ બાળક કારની અંદર એકલું જ ડ્રાઈવ કરી રહ્યું છે. તેની પાસે કોઈ નથી અને સમગ્ર રસ્તા ઉપર તેને ના કોઈ ટ્રાફિક પોલીસ રોકી રહ્યું છે. ના કોઈ ચેકપોસ્ટ. જુઓ તમે પણ તેનો વીડિયો.