જો તમે પણ તમારા શરીરની ચરબીને દૂર કરવા માંગો છો તો ભૂલથી પણ ના કરો આ 5 વસ્તુનુ સેવન

બરાબર ખાન પાન ન હોવાને કારણે પેટ અને કમરમાં એકસ્ટ્રી  ચરબી થઇ જાય છે અને આ ચરબી દૂર કરવા માટે આપણે ઘણી રીતની એક્સરસાઇઝ કરવાનું શરૂ કરી દઇએ છીએ. પરંતુ માત્ર એક્સરસાઇઝ કરવાથીઆ ચરબી બરાબર નથી થઇ જતી. તેના માટે તમારે એક્સરસાઇઝ સાથે સાથે ડાઇટનું પણ વિશેષ ધ્યાન રાખવું પડે છે.

જો તમે ફિટ રહેવા માંગો છો તે તમારે ડાઇટ પર વિશેષ ધ્યાન આપવું પડે છે. તેના માટે જેમાં સુગર, કાબ્રોહાઇડ્રેડની માત્રા વધારે હોય તેનાથી દૂર રહેવુ પડે છે. તો ચાલે જાણીએ લઇએ કે એવી કઇ વસ્તુઓ છે જેનાથી દૂરી બનાવવી જોઇએ.

1.હાઇ ફ્રક્ટોજ કોર્ન સીરપ : હાઇ ફ્રક્ટોજ કોર્ન સીરપમાં મિઠાઇ અને રિફાઇન્ડ ગ્રેનથી થનાર સમસ્યાઓમ એક સાથે થાય છે. આ માટે તમારા ડાઇટમાં તેને સામેલ કરવાથી બચવું જોઇએ.

2.મિલ્ક પ્રોડક્ટ : મિલ્ક પ્રોડક્ટને કેલ્શિયમનો સ્ત્રોત માનવામાં આવે છે. પરંતુ તેમાં કાર્બોહાઇડ્રેડ ઔપ બૈડ ફેટ્સ વધારે માત્રામાં હોય છે. જો તમે ફેટ ઘટાડવા ઇચ્છો અને તેના પર કંટ્રોલ કરવા ઇચ્છો છો તો તેનો ઉપયોગ બંધ કરી દો. તમે તેની જગ્યા પર લીલા શાકભાજી લો, તેનાથી બેલી ફેટ પણ કમ થશે અને શરીરમાં પ્રમાણમાં પોષક તત્ત્વો પણ મળશે.

3.ફળોનો જયૂસ : ફળોના જ્યુસમાં પોષણ તત્ત્વોની માત્રા વધારે હોય છે, આ માટે ડોક્ટર પણ જ્યુસ પીવાની સલાહ આપે છે. પરંતુ તો સુગરની વાત કરીએ તો તે જ્યુસમાં ઘણી માત્રામાં હોય છે. આ માટે ફળોના જ્યુસને નિયમિત પદાર્થના રૂપમાં ઉપયોગ ના કરો. જો તમે ડોક્ટરની સલાહ પર જ્યુસ પી રહ્યા છો તો સવારે એક ગ્લાસ પીઓ, તેમાં કોઇ ખાસ નુકશાન નહિ થાય.

4.સોડા ડ્રિંક્સ અને કોક : કેટલાક લોકો એવા હોય છે, જેમને લંચ કે ડિનર બાદ સોડા કે કોઇ એવી વસ્તુ પીવાની આદત હોય છે. સોડા કે કોકમાં કેલેરી ઘણી માત્રામાં હોય છે. જે તમારા વજનને વધારવાનું કામ કરે છે. આ માટે આ આદત બદલો. જો તમે જમ્યા બાદ કોઇ ડ્રિંક્સ લેવાનું પસંદ કરો છો તો સોડા કે કોકની જગ્યાએ તમે આઇસ ટી લઇ શકો છો. તે તમારા શરીરમાં રહેલી કેલેરીને કેટલાક સપ્તાહની અંદર જ કમ કરી દેશે.

5.કેન્ડી : ઘણા લોકો એવા છે જેમને કેન્ડી ખાવાની આદત હોય છે. જો તમે પણ એવા લોકોમાં આવો છો તો આ આદત બદલવાની જરૂર છે. કારણ કે કૈંડીમાં હાઇ કેલેરી હોય છે. તેનાથી તમારુ વજન તેજી સાથે વધી શકે છે.

Shah Jina